
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાની વાંસદા પોલીસની ટીમે ડીજીવીસીએલ ના ચોરાએલ વીજતાર ગુનાના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે. આ ચોરીમાં વપરાયેલું વાહન સહિત ૩.૫૨ લાખની કિંમતનો વીજતાર નો મુદ્દામાલ કબજે કર્યો છે. વાંસદા પોલીસ ટીમે મળેલ પૂર્વ બાતમીના આધારે ચોક્કસ સ્થળે વોચ ગોઠવી હતી. વર્ણન વાળી કાર નં.GJ-38 BA-9527 આવતા તેની તલાશી લેતા કારમાંથી ડીજીવીસીએલ કંપનીના ચોરાયેલા વીજતારના જથ્થો મળી આવ્યો હતો. કાર સહિત ૩.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાંસદા પોલીસે પ્રશાંત રાજેશભાઇ ભોયા અને હસ્તદિપ ધીરુભાઇ ગાયકવાડ બંને રહે. કામળઝરી તા.વાંસદા જી. નવસારી ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.




