GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વાંસદા પોલીસની ટીમે રાણીફળિયા માર્ગેથી ઈંગ્લીશ દારૂ ભરેલી પીકઅપ ઝડપી ૧૨.૮૦ હજારનો મુદ્દોમાલ જપ્ત કર્યો..

વાત્સલ્યમ સમાચાર

વાંસદા ડાંગ

વાંસદા પોલીસની ટીમે પૂર્વ બાતમીના આધારે રાણીફળિયા કાવેરી નદી પાસેથી રૂપિયા ૫,૭૪,૫૬૦/- નો ઇંગ્લિશ દારૂ ભરેલી મહેન્દ્ર પીકપ સાથે કુલ રૂપિયા ૧૨,૭૯,૫૬૦/- નો મુદ્દામાલ સાથે ચાલકની અટક કરી હતી અને માલ મંગાવનાર અને ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વાંસદા પોલીસ સ્ટેશનમાં પી.આઇ. એમ.ડી.ગામીત અને એ.એસ.આઈ. અનિલ પટેલ, નિલેશ, સંદીપ તથા પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન પી.આઇ. એન.એમ.આહીરને બાતમી મળી હતી કે, ધરમપુર તરફ થી એક મહેન્દ્ર પિકપ નંબર જીજે.૧૫ એએક્સ ૪૮૦૧ માં ઇંગ્લિશ દારૂ ભરીને ઉનાઈ તરફ નીકળવાનો છે. બાતમીના આધારે રાણીફળિયા કાવેરી નદી જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમીવાળી મહેન્દ્ર પીકપ નંબર જીજે ૧૫ એએક્સ ૪૮૦૧ આવતા પોલીસના માણસો સરકારી લાકડી વડે પિકપ ટેમ્પાને ઉભો રખાવતા ટેમ્પો ચાલક પોલીસના માણસો જોઈને ભાગવા જતા પોલીસના માણસો પાછળ દોડી પકડી પાડ્યો હતો. જેનું નામઠામ પૂછતા રાહુલ શૈલેષભાઈ છગનભાઈ ધો. પટેલ (રહે. તુંબી ગામ ડુંગરી ફળિયું તા.ધરમપુર જી.વલસાડ) જણાવ્યું હતું. આ ટેમ્પોમાં તપાસ કરતા ચોરખાના બનાવી તેમાં ઇંગ્લિશ દારૂ તથા બીયરની નાની મોટી ૨૮૩૨ બોટલ જેની કિમત રૂપિયા ૫,૭૪,૫૬૦/-તથા ટેમ્પો મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૨,૭૯,૫૬૦/-નો મુદ્દામાલ સાથે સ્થળ ઉપર રાહુલ શૈલેષભાઈ ધો. પટેલને પકડી પાડ્યો હતો. આ મુદ્દામાલ ભરી આપનાર જીગર (રહે. કાકડકુવા) તથા અક્ષય ઉર્ફ ચિન્ટુ (રહે.નાની વ્હીયાળ)જેના પૂરા નામ ઠામની ખબર નથી તથા માલ મંગાવનાર કાળું તથા કાલુનો માણસ જેના પૂરા નામ ઠામની ખબર નથી તથા આ બન્ને એકબીજા ની મદદગારી ગુનો કરતા પોલીસે ટેમ્પો ચાલક રાહુલ ધો.પટેલની અટક કરી આ માલ મંગાવનાર અને મોકલનાર ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ વાંસદા પોલીસએ હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!