
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના વાંસદા ખાતે રહેતા કલાગુરુ અપણૉ મેહુલ પુરોહિતના માર્ગદર્શન હેઠળ આરાધના ડાન્સ એકેડેમી વાંસદાની વિધાર્થીનીઓ રીધ્ધી કલ્પેશ પટેલ, યસ્વી સ્નેહલકુમાર પરમાર,ધન્વી હરદીપસિહ દેસાઈ, ચાર્મી જયેશકુમાર પરમાર, રિયા મનોજકુમાર ભાવસાર અને ધૃવિકા કમલેશભાઈ કેવટનો વર્ષોની કઠિન નૃત્ય સાધના પછી ભરતનાટ્યમ્ નૃત્ય નો દિક્ષાંત સમારોહ (આરંગેત્રમ્) 14/09/2024 ના રોજ મોહનલાલ ચુનીલાલ શાહ સાંસ્કૃતિકભવન બીલીમોરા ખાતે યોજાયો. મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી પ્રીતિબેન શિવાકિરન સિંગારાજુ (કલાગુરુ અર્પણ એકેડમી ઓફ ભરતનાટ્યમ , પ્રોફેસર અને એચ.ઓ.ડી ઓફ પી.ટી.સાં કોલેજ ઓફ સાયન્સ, સુરત) અને શ્રી ક્ષિપ્રા એસ. આગ્રે (કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ નવસારી) એ હાજરી આપી હતી . શાસ્ત્રીય નૃત્ય નો આ કાર્યક્રમ નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા.




