GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: “પોષણ માસ” અન્વયે ગોંડલ તાલુકાના આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ

તા.૨૧/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસને “પોષણ માસ” તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે રાજકોટ જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા ચાલુ વર્ષે ૦૮મા પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન ગોંડલ તાલુકાના આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. જેમાં શ્રીઅન્ન અને ટેક હોમ રાશનમાંથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધા, કિશોરીઓની આરોગ્ય ચકાસણી, સગર્ભાઓ અને ધાત્રીઓ સાથે આરોગ્યલક્ષી પરામર્શ અને પુરુષોની સહભાગીતા સાથે પોષણ શપથ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પોષણ માસની ઉજવણી તા. ૧૬ ઓકટોબર સુધી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!