GUJARATPANCHMAHALSHEHERA

વિશ્વ પર્યાવરણ દિવસ – ૨૦૨૫ ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.૫ જૂન સુધી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

 

પંચમહાલ

નિલેશભાઈ દરજી શહેરા

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત જળ શક્તિ મંત્રાલય, ભારત સરકાર તથા રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે તા.૨૨ મે ૨૦૨૫ થી તા.૦૫ જૂન ૨૦૨૫ સુધી સમગ્ર જિલ્લાના તમામ ગામોમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પેઇન દરમ્યાન પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં પ્લાસ્ટિકના દુષપ્રભાવ અંગે સામાજિક અને વર્તણૂકીય પરિવર્તન સંચાર (SBCC) માટે તથા ગામડાઓમાં દેખીતી રીતે સ્વચ્છતા જળવાઈ રહે (Visual Cleanliness) તે હેતુથી ગ્રામ્ય કક્ષાએ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યુ છે.

પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતોને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા, ૫ જૂને પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી માટે સૌને પ્રોત્સાહીત કરવા, ગ્રામ્ય વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સફાઇ કરવી, “રોકો-ટોકો-“જાહેર સ્થળોએ કચરો ફેંકવાનું બંધ કરાવવા યુવાનો અને સોશિયલ મીડિયા ઝુંબેશને જોડી જાહેર સ્થળોએ અને તાલુકા સ્તરે સંદેશાઓ સાથે પ્લાસ્ટિક મોન્સ્ટર (વેસ્ટ પ્લાસ્ટીક મટીરીયલ્સ) સ્થાપિત કરવા, ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પદાધીકારીશ્રી અને અન્ય મહાનુભાવોને સાથે રાખીને પ્લાસ્ટિક મુક્ત રેલી યોજવા, ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્વ સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્રોતોની સફાઈ કરવા, સોશિયલ મીડિયા ઝુંબેશ, ગ્રામીણ બજારો (હાટ)ને પ્લાસ્ટિક મુક્ત થવા માટે પ્રોત્સાહિત કરવા, દુકાનદારો દ્વારા ઇકો-ફ્રેન્ડલી વિકલ્પોને પ્રોત્સાહન આપવા, તમામ ગામોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરાનું એકત્રીકરણ, વર્ગીકરણ અને સંગ્રહની ઝુંબેશ હાથ ધરવા, “સિંગલ-યુઝ પ્લાસ્ટિકને ના” કહેવાની પ્રતિજ્ઞા લેવડાવવી, કોમ્યુનિટી રેડિયો અને પોડકાસ્ટનો પ્રચાર, સેનિટરી નેપકિન્સ, ડાયપર અને પુખ્ત વયના ડાયપરનો યોગ્ય નિકાલ કરવા અંગે જાગૃત કરવા , સખી મંડળની બહેનો દ્વારા કાપડની થેલીઓ બનાવી તેનું વેચાણ સ્થાનિક દુાકાનદારો અને ગામલોકોને કરવા, સ્વચ્છતા અને સંપત્તિઓ પર યોગ્ય IEC સંદેશાઓ સુનિશ્ચિત કરવા, ગ્રામ્યના તમામ એન્ટ્રી પોઇન્ટ થી ૫ કિમીમાં વિસ્તારમાં તથા વોટર બોડીઝ, ઘાટ અમૃત સરોવરની સધન સફાઈ ઝુંબેશ હાથ ધરવા, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટ બાદ રીયુઝ અને આખરી નિકાલની વ્યવસ્થા ગોઠવવા, બજાર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અને કચરાનો સંગ્રહ અને સેગ્રિગેશન શેડમાં સેગ્રિગેશન કરવા, જળાશયો (નદીઓ, તળાવો, તળાવો, ઝરણા, ધોધ, વગેરે) નજીક ઓળખાયેલા કચરાના સંવેદનશીલ (GVP) સ્થળોએ હાથ ધરવામાં આવતી સ્વચ્છતા ઝુંબેશ, ગ્રામજનો માટે નાટક અથવા શેરી નાટકનું આયોજન કરવા, દરેક તાલુકાના બજારોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા, પ્લાસ્ટિક કચરાના વિભાજન માટે ઘરોમાં ડોર ટુ ડોર જાગૃતિ કરવા, સ્થાનિક પદાધિકારીશ્રી/આગેવાનો અને ગામલોકોને સાથે રાખી ગામમાં તમામ જગ્યાએ સફાઇ ઝુંબેશ હાથ ધરવા, બસ સ્ટેન્ડ અને ગામડાના પ્રવેશ સ્થળોએ સ્વચ્છતા અભિયાન અને અલગીકરણ શેડમાં પ્લાસ્ટિકનો સંગ્રહ કરવા, કચરાના અલગીકરણ અંગે SBM-G અસ્કયામતો પર યોગ્ય IEC સંદેશાઓ ફેલાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગેની જાગૃતિ અને કલેક્શન ડ્રાઇવ હાથ ધરવા, ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ અને ધાર્મિક સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પ્રોત્સાહન અને પ્લાસ્ટિક પેકેજિંગના નિકાલને પ્રોત્સાહન આપવા, તમામ પરંપરાગત જળાશયોમાંથી પ્લાસ્ટિકનો કચરો દૂર કરવા, ઓળખાયેલ કચરાના પ્રોસેસિંગ સુવિધાઓની સંખ્યા જે જળાશયોની નજીક સ્થિત છે અને વાડ અને/અથવા બફર ઝોન સાથે પૂરી પાડવા, ખુલ્લા ગામડાના ગટરોમાં ઓળખાયેલા જંકશન અને ટર્મિનેશન પોઇન્ટની સંખ્યા અને સ્ક્રીન/કચરાપેટી સ્થાપિત કરવા, ગ્રામ્ય કક્ષાએ એકત્રિત કરેલ તમામ પ્લાસ્ટિક કચરાનું નજીકની નગરપાલિકા ખાતે વૈજ્ઞાનિક ઢબે નિકાલની કામગીરી કરવા, પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન પર ફોરેસ્ટ અને આબોહવા વિભાગ સાથે સંકલન પર સત્ર ગોઠવવા, સ્વચ્છતા કામદારોની સલામતી અને ગૌરવ પર ચર્ચા કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ પૈકી કેટલીક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે તેમજ બાકી રહેલી પ્રવૃત્તિઓ આ અભિયાન હેઠળ તા.૫ જૂન સુધી હાથ ધરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત મળનાર કી.આઉટપુટમાં સમુદાયના સભ્યોમાં ૪ આર (રિફયુઝ, રિડયુઝ, રિયુઝ, રિસાયકલ) ની જાગૃતિ અને સમજણમાં વધારો. જેમાં રિફ્યુઝ એટલેકે પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા, રિડ્યુઝ એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, રિયુઝ એટલે કે ઉપયોગ કરેલ પ્લાસ્ટિકનો જ પુન:ઉપયોગ કરવા અને રિસાયકલ એટલે કે વપરાયેલ પ્લાસ્ટિકને ફરિથી ઉપયોગ કરવા માટે બનાવવા જેવી બાબતો માટે સમજણ અને જાગૃતિમાં વધારો કરી શકાશે. સમુદાય સ્તરે એકંદર પ્લાસ્ટિકના વપરાશમાં ધટાડો અને પ્લાસ્ટિક કચરાના ઘટાડાને કારણે જાહેર સ્થળો સ્વચ્છ કરવા તથા સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ નિયંત્રિત થાય તેમજ પ્લાસ્ટીકના વપરાશ પર ઘટાડો લાવવા અને લોકજાગૃતિ લાવવા અને બહોળા પ્રમાણમાં લોકોને જોડી લોકોને જાગૃત કરવાનો હેતુ છે. આ કાર્યક્રમ દરમ્યાન પ્લાસ્ટિક એકત્રીત કરી તેને રીસાયકલ અને લોકોને જાગૃત કરી ઓછામાં ઓછુ પ્લાસ્ટિકનો વપરાશ થાય અને કાપડની થેલીઓને વપરાશ વધે તે સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય છે.

 

Back to top button
error: Content is protected !!