આણંદ – બોરીયાવીના નગરપાલિકા કારોબારી ચેરમેન ના મોડલ પત્નીએ જીવન ટૂંકાવ્યુ
આણંદ – બોરીયાવીના નગરપાલિકા કારોબારી ચેરમેન ના મોડલ પત્નીએ જીવન ટૂંકાવ્યુ.
તાહિર મેમણ – આણંદ – 22/03/2025 – આણંદના બોરીયાવીના નગરપાલિકા કારોબારી ચેરમેન ના મોડલ પત્નીએ જીવન ટૂંકાવ્યુ ,નવનિયુક્ત કારોબારી ચેરમેન ઋષિન પટેલ ના પત્ની રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત,લાંભવેલથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યુ અને કણજરી નજીક કેનાલમાંથી પરણીતાની લાશ મળી આવતા સ્થાનિકોએબહાર કાઢી,કણજરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તેમના શરીર નો કબજો મેળવી નડિયાદ સિવિલ હોસ્પિટલમા પોસ્ટમોર્ટમ કરાયુ,બારીયાવીના રૂષિન પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે કર્યા હતા પ્રેમ લગ્ન,દોઢ વર્ષના બાળકની માતાના આ પગલાં થી બોરીયાવીમાં ઉઠી ચર્ચાઓ,રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઈનફલ્યુન્સર તરીકે કરતી હતી કામ,પતિ રૂષિન પટેલ તાજેતરમાં જ બોરીયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી જીતી કારોબારી ચેરમેન નું પદ ધરાવે છે
રિદ્ધિ સુથાર છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા પર એક સક્રિય ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી હતી. ચાર વર્ષ પહેલા, તેણે બોરીયાવી ગામના રૂષિન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. રૂષિન પટેલ તાજેતરમાં યોજાયેલી બોરીયાવી નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થઈને કારોબારી ચેરમેન બન્યા હતા.
અચાનક રિદ્ધિના આ પગલાં થી બોરીયાવી સહિતના વિસ્તારમાં ચક્ચાર મચી જવા પામી,કણજરી પોલીસે સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી,વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી,પતિ રાજકિય વગ ધરાવતા હોવાના કારણે સમગ્ર મામલે ભીનું સનકેલાવાની ચર્ચાઓએ જોર પકડ્યું!નડિયાદ ગ્રામ્ય મામલતદાર, ડીવાયએસપી વિમલ બાજપાઈ, વડતાલ પોલીસ સહિતની ટીમ બોડી નું સિવિલ હોસ્પિટલ નડીઆદ ખાતે કાર્ય વાહી કરી રહી છે