GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં વિવિધ પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં વિવિધ પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું
******

રિપોર્ટર ….
અમીન કોઠારી મહીસાગર ….

.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા પુલ તૂટી જવાની દુર્ઘટનાને પગલે, રાજ્યભરમાં નબળા કે ક્ષતિગ્રસ્ત પુલોની સ્થળ પર જઈને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાનમાં, મહીસાગર જિલ્લામાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પુલોની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

 

 


આ નિરીક્ષણ અંતર્ગત, બાલાસિનોર તાલુકામાં પ્રાંત અધિકારી શ્રી એમ. એમ. વસાવા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એમ. આર. પટેલિયા, ગાંધીનગરના ડિઝાઇન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રીમતી આર. એસ. પટેલ અને મામલતદાર શ્રી આર. વી. વાઘેલા દ્વારા વિવિધ પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય મહીસાગર જિલ્લામાં આવેલા પુલોની વર્તમાન સ્થિતિ, તેમની મજબૂતાઈ અને ચોમાસા દરમિયાન સંભવિત જોખમોનું આકલન કરવાનો હતો. નિરીક્ષણ દરમિયાન પુલોની માળખાકીય અખંડિતતા, કોઈ પણ નુકસાનના ચિહ્નો અને પાણીના પ્રવાહને કારણે થતી અસરોની તપાસ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!