GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: “હર ઘર તિરંગા” અભિયાન અન્વયે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

તા.૧૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પોસ્ટ કાર્ડ, ચિત્રો, રંગોળી, સેલ્ફી પોઈન્ટ, રેલી સહિતની પ્રવૃત્તિઓ યોજાઈ
Rajkot: દેશભક્તિના અનેરા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા યાત્રા” યોજવામાં આવે છે. અનેક દેશભક્તો તિરંગા યાત્રામાં જોડાઈને દેશપ્રેમ વ્યક્ત કરે છે. આ અભિયાનમાં દેશના તમામ નાગરિકો જોડાઈ શકે તે માટે દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
જેની “હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ અન્વયે રાજકોટના કોટડાસાંગાણી તાલુકાની બગદડીયા પ્રાથમિક શાળા અને પીપલાણા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ પોસ્ટ કાર્ડ, રંગબેરંગી ચિત્રોની અને રંગોળીઓની સ્પર્ધા, સેલ્ફી પોઈન્ટ, તિરંગા રેલી સહિતની પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં બંને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.





