નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં અલુણા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં અલુણા નિમિત્તે નર્સરી થી સિ.કે.જી ના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એકધારા જીવનથી કંટાળી જતો માણસ મનોરંજન ઇચ્છે છે અને અભ્યાસથી થોડી મુકિત મળે તે હેતુથી બાળકો માટે અલુણા નિમિત્તે ત્રણ દિવસીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની નાની બાળકીઓ ઉપવાસ દરમિયાન થોડી રીલેકસ રહે અને થોડું મનોરંજન તેવા પ્રયોજન સાથે બાળકો માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્સરીના બાળકો માટે તો ખરું જ પણ સાથે સાથે વાલીઓ માટે પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વાલીઓએ મોટી સંખ્યામા હાજર રહી પ્લાસ્ટિક નાળિયેરના રેસા, રંગ, આઇસ્ક્રીમ સ્ટીક, પિસ્તાના છાલમાંથી અવનવી ઘર સજાવટ માટે તોરણ, લેમ્પ, શિવલીંગ, પક્ષીના માળા જેવી આકર્ષક વસ્તુઓ બનાવી હતી. નિર્ણાયક તરીકે ગૌરીબેન પટેલે સેવા બજાવી હતી.આચાર્યશ્રીએ તેમના પ્રયાસને બિરાદાવ્યા હતા અને ભવિષ્યમાં પણ આજરીતે સહકાર આપવા જણાવ્યું હતું. બાળકો માટે કપલ કેટવોક અને સંગલ કેટવોક સ્પર્ધા યોજવામાં આવી હતી. નિર્ણાયક પરીનાઝ ટીચરે પણ ખૂબ બિરદાવ્યા હતા. નર્સરીના બાળકો માટે કેટવોક સ્પર્ધા ખૂબજ રસપ્રદ રહી હતી. નાના બાળકો સુંદર મજાના ફેન્સી કપડા પહેરી આવ્યા હતાં. નિર્ણાયક શ્રી કૃતીકાબેન તથા પાયલ અગ્રવાલ એ સેવા બજાવી હતી. સિ.કે.જી તથા જુનિયર કે.જી.ના બાળકો માટે કપલ કેટવાંક સ્પર્ધા યોજી હતી. જેમાં બાળકો પોતાના વર્ગમાંથી જ પોતાનું પાત્ર પસંદ કરી તેની સાથે જોડી બનાવી હતી.
તદ્દ ઉપરાંત નર્સરી ના બાળકો માટે બોલગેમ, જુ.કે.જી માટે રબર પહેરવા અને સિ.કે.જી ના બાળકોઓ પ્લાસ્ટિક બોટલમાં સ્ટ્રો ગોઠવવી તથા સિ.કે.જી.ના બાળકોએ કાગળમાંથી પોતાની આવડત પ્રમાણે વિવિધ ડ્રાફટવર્ક તૈયાર કર્યું હતું. બાળકોએ રંગીન પાણીમાંથી સિક્કા શોધવા તથા ટબમાં આપેલી લખોટીમાંથી સિક્કા શોધવા જેવી ચેલેન્જીંગ ગેમો પણ રમ્યા હતાં.