
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજી દીકરીઓનું જાગૃતિકરણ કરવામાં આવ્યું
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ- ૨૦૨૫ અંતર્ગત કાર્યક્રમ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવેલ સ્પર્ધામાં સારી એક્ટિવિટી કરનાર દીકરીઓને સન્માનિત કરવામાં આવી તથા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ દ્વારા દીકરીઓને શિક્ષણ, સલામતી, સુરક્ષા અંગે જાણકારી આપવામાં આવી.કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સૂરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નિનામા, ચીફ ઓફિસર શ્રી કપિલકુમાર પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.દિલીપસિંહ બિહોલા, જિલ્લા મિશન કો હ ઓર્ડીનેટર ડૉ.ભરતભાઈ પરમાર તથા ચિલ્ડ્રન હોમના કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



