GUJARATHALOLPANCHMAHAL

હાલોલની કલરવ શાળામાં ગણપતિ ઉત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધા નું આયોજન કરાયું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૨.૯.૨૦૨૪

હાલોલ નગરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળામાં ગણપતિ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ચિત્ર સ્પર્ધા,વાર્તા સ્પર્ધા, ગણપતિ ક્વિઝ, ગણપતિ મૂર્તિ બનાવવાની સ્પર્ધા અને આરતી ડેકોરેશન વગેરે સ્પર્ધા યોજાઈ હતી.આ ગણેશ ઉત્સવ નિમિત્તે શાળામાં જે વિવિધ સ્પર્ધા યોજાઈ તેમાં ધોરણ 1 થી 12 ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ધોરણ 1 થી 2 વિદ્યાર્થીઓ માટે ગણપતિ ચિત્ર સ્પર્ધા, ધોરણ 3 ના વિદ્યાર્થીઓ માટે વાર્તા સ્પર્ધા, ધોરણ 4 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ગણપતિ ક્વિઝ સ્પર્ધા અને ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ગણપતિની મૂર્તિ બનાવવાની સ્પર્ધા અને આરતી ડેકોરેશનની સ્પર્ધા યોજાઈ હતી.ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જે વિવિધ સ્પર્ધા યોજાઈ તેમાં શાળામાંથી 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવવો.આમ આ સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે દરેક સ્પર્ધામાં પોતાની કૌશલ્ય તેમજ બુદ્ધિ શક્તિનો પ્રદર્શન કર્યુ.આમ આ સ્પર્ધાઓમાં દરેક વિદ્યાર્થીઓએ કલાત્મક રીતે ગણપતિની મૂર્તિ બનાવીને તેમજ ચિત્ર બનાવીને અને સુશોભિત રીતે આરતી ડેકોરેશન કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા .આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને યોગ્ય નિર્ણાયક દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આમ આ સ્પર્ધામાં ભાગ લેનાર સર્વ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોષીપૂરા એ અભિનંદન આપ્યા હતા તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ દરેક સ્પર્ધામાં ભાગ લે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.આમ બધી સ્પર્ધાઓ ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ.

Back to top button
error: Content is protected !!