GUJARATJUNAGADH

ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તા.૨૪ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તા.૨૪ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તા.૨૪ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે.રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત રાજયના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભમાં પ્રથમ શાળા કક્ષા/ ગ્રામ્ય કક્ષાએ, ત્યારબાદ તાલુકા કક્ષા/ ઝોન કક્ષાએ અને પછી જિલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્યકક્ષાએ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભ ૩૯ રમતોનો ૭ વય ગૃપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.શાળા કક્ષાએ તા.૨૪ સપ્ટેમ્બર થી શરૂ થતી સ્પર્ધાઓમાં કબડ્ડી, ખોખો, રસ્સાખેચ, વોલીબોલ અને એથલેટીકસની સ્પર્ધાઓ યોજાશે.ત્યારબાદ તાલુકા કક્ષાની સ્પર્ધા અને જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૬/૧૧/૨૦૨૫ થી તા.૩૦/૧૧/૨૦૨૫ દરમિયાન યોજાશે.ખેલ મહાકુંભ ૨૦૨૫ ના સ્પર્ધાઓના નિયમોમાં કોઈપણ એક ખેલાડી એક જ જિલ્લામાંથી કોઈ પણ બે રમતમાં ભાગ લઈ શકશે. અંડર-૯,૧૧,૧૪,૧૭ વયજૂથમાં આવતા ખેલાડીઓએ પોતાની જ શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.સ્પર્ધાની તારીખે સ્પર્ધા સ્થળે ખેલાડી/ સંસ્થાઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ સ્લીપ તથા ફોટો આઈડી પ્રુફ તરીકે આધાર કાર્ડ ફરજિયાત અને શાળા કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ બોનાફાઇડ સર્ટિફિકેટ સાથે લાવવાનું રહેશે. શાળા કક્ષાએથી તાલુકાકક્ષા સ્પર્ધામાં વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ ખેલાડીઓ જ ભાગ લઈ શકશે.જયારે ટીમ રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતીય, અને તૃતીય સ્થાન મેળવેલ ટીમો જ ભાગ લઈ શકશે. ઓનલાઈન એન્ટ્રી થયેલ હશે તો જ જે તે ખેલાડી ઉપરની કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!