
યોગેશ કાનાબાર
રાજુલા બાપા સીતારામ ગુરૂ આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા
સંતપરંપરાના તેજસ્વી દીપસ્તંભ, પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની પાવન પુણ્યતિથિના શુભ અવસરે આયોજિત ભવ્ય સ્મૃતિ કાર્યક્રમમાં રાજુલા ખાતે બાપા સીતારામ ગુરુ આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું પરમ પૂજ્ય બજરંગ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે
ભવ્ય થી ભવ્ય આયોજન પ્રથમ વાર પૂજ્ય શ્રી બજરંગદાસ બાપા ની નગરયાત્રા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું જેમાં
મંગળા આરતી ગુરુ પૂજન રાજભોગ આરતી ભવ્ય નગરયાત્રા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ સંધ્યા આરતી
તેમજ બાપાની પવિત્ર પ્રસાદી તેમજ સાંજે 9:00 વાગ્યે સંતવાણી નો કાર્યક્રમ રાખવામાં આવેલો
રાજુલા શહેર માં સૌપ્રથમ વાર નગરયાત્રાનું આયોજન કરવામાં આવેલું જેનગરયાત્રા બાપાના મંદિરમાંથી પ્રસ્થાન કરી
કાનજીબાપા સોસાયટીમાંથી પસાર થઈ
માર્કેટિંગ વિસ્તાર થઈ
ફરી બાપાના નિજ મંદિરે પૂર્ણ કરવામાં આવેલ જેમાં બોડી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયેલા
બાપાના દિવ્ય જીવન, ત્યાગમય સાધના, કરુણામય ઉપદેશો અને આત્મિક ઉન્નતિના માર્ગદર્શનને સ્મરણ કરી, સત્સંગ અને, ભોજન ભજન, પ્રાર્થના તથા સેવા દ્વારા તેમની પાવન સ્મૃતિને નમન કરવા ના પાવન અવસરમાં સૌ કોઈ બહોળી સંખ્યામાં જોડાયેલા સાંજના મહાપ્રસાદ માં હજારોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધેલો આ રચના શહેરમાં આવેલ ખાતે બાપા સીતારામ ગુરુ આશ્રમ ભેરાઈ રોડ ખાતે આ આશ્રમ આવેલ છે અને આ જગ્યા ને લોકો મીની બગદાણા ધામ તરીકે ઓળખે છે આ આશ્રમ ખાતે જે કોઈ કાર્ય કરવામાં આવે છે તે કાર્યમાં સર્વ સમાજના લોકો સાથે રહીને આ કાર્ય કરે છે આજનો આ કાર્યક્રમ સફળ બનાવવા પાછળ સમગ્ર મીરાનગરના રહેવાસીઓ દ્વારા પૂરતો સાથ અને સહકાર મળતા આ કાર્યક્રમ સફળ બનેલ છે આજના આ વિશેષ કાર્યક્રમમાં રાજુલા શહેરના નગરજનો અગ્રણીઓ વેપારીઓ વિવિધ સંસ્થાના આગેવાનો રાજકીય કાર્યકર્તા સહિતના અનેક લોકોએ વિશેષ હાજરી આપેલી





