KHERGAMNAVSARI

ખેરગામ જાગૃત નાગરીકોની મદદથી અને પોલીસ ટીમ દ્વારા પરિવારથી વિખૂટા પડેલા માનસિક રીતે બિમાર બાળકનું પરિવાર સાથે મિલન

ખેરગામ જાગૃત નાગરીકોની મદદથી અને પોલીસ ટીમ દ્વારા પરિવારથી વિખૂટા પડેલા માનસિક રીતે બિમાર બાળકનું પરિવાર સાથે મિલન
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.કે.શય સાહેબ નાઓ દ્રારા પોલીસની કાયદો વ્યવસ્થાની ફરજ ઉપરાંત પોલીસ દ્રારા સંવેાનશીલ
તથા માનવતાવાદી અભિગમ મુજબની કામગીરી કરવા સુચના આપી હતી.જે અંતર્ગત ખેરગામ પો.સ્ટે. વિસ્તારમાં આજરોજ તા.૨૬૦૧ ૨૦૨૩ ના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે એક માનસિક રીતે બિમાર બાળક ઉ.વ.આશરે ૩ વર્ષ તેના ઘરેથી કોઇની જાણ બહાર નીકળીને ખેરગામ મિશન ફળીયા ખાતે રહેતા ધર્મિષ્ઠાબેન પટેલના ઘરે આવી ગયેલ કે માનસિક રીતે બિમાર બાળક પોતાનું નામ સરનામું બોલવા માટે અસમર્થ હોય ધર્મિષ્ઠાબેન દ્વારા ખેરગામના સરપંચશ્રી ઝરણાબેન તથા જોશભાઇ પટેલ શ્રેયાંસબાઇને બોલાવી બાળકના વાલીવારસની ખાત્રી કરવાનો પ્રયત્ન કરેલ અને બાદમાં ખેરગામ પોલીસને આ બાબતની જાણ થતા ખેરગામ પોલીસ પણ બાળકના વાલીવારસની શોધખોળમાં લાગતા બાળકના દાદી લીલાબેન વાપીયા મળી આવેલા તથા તેમણે તેમના પૌત્રને ઓળખી કાઢેલો.બાદ લીલાબેનના પાડોસીઓ તથા આંગણવાડીબેન પાસેથી જરૂરી ખાતરી કરતા બાળક માનસિક રીતે બિમાર હોય તવા તેની માતા તેને નાનપણથી છોડીને ચાલી ગયેલ હોય તથા પિતા ડ્રાઇવીંગ કામ કરતા હોવાથી બાળકનો ઉછેર દાદી શીલાબેન જ કરતા હોય આજરોજ સવારે શીલાબેન ઘરકામ કરવા માટે બહાર ગયેલ હોય બાળક તેના દાદાની જાણ બહાર ઘરથી નીકળી ગયેલ હોવાની હકીકત જણાય આવેલ આમ પરિવારથી વિખૂટા પડેલા માનસિક રીતે બિમાર બાળકને ખેરગામ પોલીસ ટીમ દ્વારા સમાજના જાગૃત નાગરિકોની મદદથી રમી જાન્યુઆરીના દિને તેના વાલીવારસને સોંપીને ખરા અર્થમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરેલ હતી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!