
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી મેઘરજના કંભરોડા ખાતે યોગાશ્રમ અરવલ્લી નો ત્રીજા વર્ષમાં પ્રવેશોત્સવ નીમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
મેઘરજના કંભરોડા ખાતે આવેલ લકુલીશ યોગાશ્રમ અરવલ્લીનો ત્રીજા વર્ષમાં પ્રવેશોત્સવ થતાં આશ્રમ ખાતે સવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમજ પાંચ કુંડીયજ્ઞ કરવામાં આવ્યો હતો બપોરના સમયે જીલ્લાના સેવાભાવી ર્ડોક્ટરોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ રાત્રે દેવરાજ ધામના મહંત ધનગીરી બાપુ ના હસ્તે સંતવાણી યોજાઇ હતી પ્રિતમ મુનિજી દ્દારા આશીવચન આપવા માં આવ્યાં હતાં કંભરોડા ખાતે લકુલીશ યોગાશ્રમના ત્રીજા વર્ષ પ્રવેશોત્સવ નિમીત્તે સોમવારે સર્વરોગ કેમ્પ યોજાયો હતો જેમાં ૨૦૦ થી વધારે દર્દીઓએ ભાગ લીધો હતો સાથે પાંચ કુંડી યજ્ઞ યોજાયો હતો ૧૫ કુવારીકાઓ નુ માતા-પિતા દ્વારાપુજન કરવામાં આવ્યુ હતુ તેમજ જીલ્લાના સાત જેટલા સેવા ભાવી ર્ડોક્ટરોનુ સન્માન કરાયુ હતુ રાત્રે ધનગીરી બાપુ દ્વારા સંત વાણી યોજાઇ હતી આશ્રમના મહંત પ્રિતમ મુનીજી દ્દારા સૌને આશીર્વાદ આપમાં આવ્યા હતા




