ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ૧૧ મી જુલાઇ ૨૦૨૫ “વિશ્વ વસ્તી દિન” ઉજવણી વસ્તી નિયંત્રણ માટે જન સમુદાયમાં જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ૧૧ મી જુલાઇ ૨૦૨૫ “વિશ્વ વસ્તી દિન” ઉજવણી વસ્તી નિયંત્રણ માટે જન સમુદાયમાં જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

અરવલ્લી જીલ્લામાં તા. ૧૧ થી ૧૮ જુલાઈ ૨૦૨૫ દરમિયાન કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિની માહિતી આપી સેવાઓ લેવા પ્રેરીત કરાશે.

૧૧ જુલાઈના રોજ “વિશ્વ વસ્તી દિવસ” ની ઉજવણી અંતર્ગત જીલ્લા અને તાલુકા કક્ષાએ જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. અરવલ્લી જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા SBCC (સોશ્યલ બિહેવીયર ચેન્જ કમ્યુનિકેશન) એસબીસીસી ટીમો દ્વારા ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દીવસની ઉજવણી સંદર્ભે વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવવા કાર્યક્રમો હાથ ધરાશે.તા.૧૧ થી ૧૮ જુલાઈ દરમિયાન ‘મા બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય’ નાં સ્લોગન હેઠળ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવશે.

સરકારનો મુખ્ય સંદેશો વસ્તી સ્થિરતા લાવવા અને જન સમુદાયમાં તે બાબતે જાગૃતિ કેળવવા સારૂ જીલ્લામાં આવેલ ૬ (છ) તાલુકાઓના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર(પી.એચ.સી.), આયુષ્યમાન આરોગ્ય મંદિર(પેટા આરોગ્ય કેન્દ્ર) દ્વારા જન-જાગૃતી વિષયક અલગ-અલગ પ્રવૃતિઓ જેવી કે સાસુ–વહુ સંમેલન, નવદંપતી અને લક્ષીત દંપતિની શિબિરો, જુથ ચર્ચા, ગ્રૂપ મિટિંગ, લક્ષીત દંપતિઓ સાથે વ્યક્તિગત સંપર્ક કરી તેમાં લગ્નની નિયત ઉંમર, ૨૦ વર્ષની ઉંમર બાદ બાળક, લગ્ન બાદ પ્રથમ બાળક તરત નહીં, બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર, નાના કુટુંબના ફાયદા વિગેરે બાબતો પર તેમજ કુટુંબ નિયોજનની કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ વિશે નિદર્શન ધ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. કુટુંબ નિયોજનની સેવાઓ અંતર્ગત પુરૂષોએ પણ તેમાં ભાગીદારી નોંધાવી પુરુષ નસબંધી (એન.એસ,વી.) અપનાવવી જોઈએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આ ઝુંબેશ દરમિયાન જીલ્લા કક્ષાએ પંચાયતી રાજ સંસ્થાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શહેરી સ્થાનિક સંસ્થાઓ. સ્વસહાય જૂથો તથા સાસ-વહુ સંમેલનો જેવા સમુદાય આધારિત પ્લેટફોર્મ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. અને તેના અસરકારક પ્રચાર-પ્રસાર માટે ડિજિટલ પ્લેટફોર્મ (જેમકે સોશિયલ મીડિયા, રેડિયો, ટીવી) તથા મીડિયા ચેનલોનો ઉપયોગ કરાશે.કુટુંબ કલ્યાણ પ્રભાગ દ્વારા આ ઝુંબેશમાં સક્રિય સેવા કરનાર અને સહકાર આપનારના યોગદાનની યોગ્ય કદર કરી, સેવા દરમ્યાનના વિવિધ તબક્કે તેમની મહેનત અને નવીન વિચારોનું સન્માન કરાશે.SBCC ના માધ્યમથી બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન સ્કીલ થકી કામગીરીમાં અસરકારક પરિણામ લાવી શકાય તે હેતુસર કુટુંબ નિયોજનની સેવાઓ અંગે જાગૃત્તતા લાવવા ફ્લીપચાર્ટ અને એફ.પી. કોમોડીટીઝ દ્બારા સમુદાયને અવગત કરાશે.

Back to top button
error: Content is protected !!