
તસ્વીર: કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ:ઉમરેઠ

ઉમરેઠ પોલીસ લાઈન ખાતે ઉમરેઠ પી.આઇ શ્રી એસ.એચ બુલાન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉમરેઠ પોલીસ લાઈન નો સ્ટાફ બાળકો સાથે હાજર રહી વિવિધ જાતના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉમરેઠ પોલીસ સ્ટેશન થી જીતેન્દ્ર કુમાર પૃથ્વીરાજસિંહ, વિજયસિંહ કમલેશભાઈ દિગ્વિજયસિંહ તથા બહોળી સંખ્યામાં પોલીસ મિત્રો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉમરેઠ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી હિતેશભાઈ પરમાર ફોરેસ્ટર શ્રી વિક્રમસિંહ ઠાકોર પણ હાજર રહ્યા હતા. ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તરફથી ભવાનજી પટેલ અને સભ્યો સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉમરેઠ તાલુકા સામાજિક સંગઠન ચેરમેન ગંગદાસભાઈ તથા સભ્યો અને યુવા સંગઠન ચેરમેન વિનોદભાઈ મહામંત્રી કેતનભાઇ તથા તેમની ટીમ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે બહોળી સંખ્યામાં પત્રકારો પણ હાજર રહેલ હતા. અંતમાં સૌ અલ્પાહાર કરી છુટા પડ્યા હતા.






