બનાસકાંઠામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે

11 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ માટે સુધારેલી સમયસરણી જાહેર કરાઈ.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ અંતર્ગત શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કક્ષા સ્તરની સ્પર્ધાઓના સ્થળ તથા તારીખોમાં ફેરફાર કરાયો છે. આ અંતર્ગત વિવિધ રમતો જેવી કે લોન ટેનિસ, બેડમિન્ટન, કુસ્તી, બાસ્કેટબોલ, કબડ્ડી, સ્કેટીંગ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, ચેસ, કરાટે, યોગાસન, ફુટબોલ, હેન્ડબોલ, એથ્લેટીક્સ તેમજ જુડોની સ્પર્ધાઓ યોજાનાર છે.લોનટેનિસની સ્પર્ધા ૧૨ અને ૧૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, ડીસા ખાતે યોજાશે, જ્યારે બેડમિન્ટનની સ્પર્ધા ૧૬ અને ૧૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ સંકુલ, સરદાર કૃષિનગર ખાતે યોજાશે. કુસ્તીની સ્પર્ધા ૧૮ નવેમ્બર થી ૨ ડિસેમ્બર સુધી આદર્શ હાઇસ્કૂલ, ડીસા ખાતે યોજાશે. બાસ્કેટબોલની સ્પર્ધા ૧૭ થી ૨૩ નવેમ્બર દરમિયાન જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે યોજાશે. કબડ્ડી માટે ૨૫ અને ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ ખસા (તાલેગઢ) ખાતે પગાર કેન્દ્ર શાળામાં સ્પર્ધા યોજાશે.તે ઉપરાંત, સ્કેટીંગ અને આર્ટીસ્ટીક સ્કેટીંગની સ્પર્ધા ૧૪ થી ૧૬ નવેમ્બર દરમ્યાન સ્પોર્ટ્સ ક્લબ, ડીસા ખાતે યોજાશે. ચેસની સ્પર્ધા ૨૦ અને ૨૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ સસ્કૃતિ વિદ્યાલય, દિયોદર ખાતે યોજાશે. કરાટેની સ્પર્ધા ૨ અને ૩ ડિસેમ્બર દરમ્યાન આદર્શ હાઇસ્કૂલ, માલગઢ ખાતે યોજાશે, જ્યારે યોગાસનની સ્પર્ધા ૨૯ અને ૩૦ નવેમ્બર દરમ્યાન અર્બુદા વિદ્યાલય, પાંથાવાડા ખાતે યોજાશે.
ફુટબોલની સ્પર્ધા ૨૮ થી ૩૦ નવેમ્બર દરમિયાન BSF કેમ્પસ, દાતીવાડા ખાતે યોજાશે. હેન્ડબોલની સ્પર્ધા ૧૬ થી ૨૦ નવેમ્બર દરમ્યાન મોરવાડા અને પાલનપુર ખાતે યોજાશે. એથ્લેટીક્સની સ્પર્ધા ૭ અને ૮ ડિસેમ્બર દરમ્યાન વિમળા વિદ્યાલય, ગઢ ખાતે યોજાશે, જ્યારે જુડોની સ્પર્ધા ૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ડી.એન.જે આદર્શ હાઇસ્કૂલ, ડીસા ખાતે યોજાશે.




