સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વસંત પંચમીની ઉજવણી
6 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો દ્વારા પાલનપુરમાં આવેલ ગાયત્રી મંદિર મુકામે માતા સરસ્વતીની પૂજા-પ્રાર્થના કરવામાં આવી હતી. બાળકોને જ્ઞાન, સંગીત અને કળાની દેવી સરસ્વતી વિશે માહિતી આપવામાં આવી હતી. વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું ત્યારથી વસંત પંચમીના દિવસે સરસ્વતીપૂજનની પરંપરા ચાલતી આવે છે. આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમના આચાર્ય હેતલબેન રાવલ અને તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું.