
ફૈઝ ખત્રી… શિનોર
આજે તા.1/2/25 શનિવાર ના રોજ શ્રવણ સંસ્કાર વિદ્યાલય સાધલી ખાતે ” વસંત પંચમી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી.આજે શનિવાર હોય આવતી કાલે રવિવાર હોવાના કારણે akul માં રાજા હોય જેથી આજે શનિવાર ના રોજ વસંત પંચમી ની ઉજવણી કરાઇ હતી જેથી બાળકોને વસંત પંચમી નો મહિમા સમજાય.
વસંત પંચમી ના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે માતા સરસ્વતી પૂજાથી પ્રાપ્ત થતાં જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યનાં જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મહા મહિના ની સુદ પાંચમે સૌથી પહેલા શ્રી કૃષ્ણએ દેવી સરસ્વતી નું પૂજન કર્યું હતું ત્યારથી સરસ્વતી પૂજનનું પ્રચલન વસંત પંચમી ના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે .સ્કૂલ ટીચર્સ દ્વારા શ્રવણ સંસ્કાર વિદ્યાલય નાં બાળકોને “વસંત પંચમી”નું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
તેમજ જ્યારે સ્કૂલન વિધાર્થીઓ એ સરસ્વતી ની પૂજા કરી માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.વિધાર્થીઓનીએ એ શ્લોક, પ્રાથના, સ્વાગત ગીત રજુ કર્યું હતું અને શ્રવણ પરિવારના દરેક શિક્ષક મિત્રોએ પૂજા અર્ચના કરી .”વસંત પંચમી” ની ઉજવણી ભવ્ય કરી હતી.
કાર્યક્રમમાં શ્રવણ સંસ્કાર વિદ્યાલય ના સંચાલિકા ચેતના મેડમ.આચાર્ય.ઈનચાર્જ શૈલેષ સર તેમજ સ્કૂલ ના ટીચર્સ સ્ટાફ. વિધાર્થીઓ હાજર રહ્યા 





