સાબરકાંઠા ના વડાલીના સગરવાસમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર…


સાબરકાંઠા….
વડાલીના સગરવાસમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર…
સાબરકાંઠાના વડાલી હચમચાવી નાખતી ઘટના પ્રકાશમાં આવી છે. વડાલીના સગરવાસમાં રહેતી આશરે 35 વર્ષે મહિલાને પોતાના પતિએ જ તીક્ષણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચવા પામી છે. સામાન્ય ઝઘડામાં પતિ ઉશ્કેરાતા મહિલા પર જીવલેણ હુમલો કર્યો જેને કારણે મહિલાને ગળા તેમજ માથાના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા મહિલા મોતને ભેટી હતી. સમગ્ર મામલે વડાલી પોલીસને જાણ થતા વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપી પતિની અટકાયત કરી હતી. મહિલાને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે કડકમાં કડક વલન અપનાવવામાં આવે તેવી લોક ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે વડાલીના સગરવાસમાં પતિએ પત્નીને મોતને ધાટ ઉતારતા વડાલી પોલીસે એફ એસ એલ સહિતની ટીમો ની મદદ લઈ કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે મૃતક મહિલાને પી.એમ અર્થે વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડી વઘુ તપાસ હાથધરી છે…
જયંતિ પરમાર સાબરકાંઠા




