GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને વાસ્મોની બેઠક યોજાઇ

તા.૧૨/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રૂ. ૪૪.૨૪ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી

Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લામાં સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટેની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે કુલ રૂ. ૪૪,૨૪,૪૨૧ના ૨૪ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જે પૈકી પડધરી તાલુકાની રૂ. ૧૮,૫૬,૫૦૦ના વિકાસ કાર્યોની સૈદ્ધાંતિક મંજૂરીનો સમાવેશ થાય છે.

ભારત સરકાર દ્વારા જળ જીવન મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવેલી નવીન વેબસાઈટમાં રાજકોટ જિલ્લાની વિગતોની નોંધણી, વોટર ક્વોલિટી સહિતની વિવિધ વિગતોના નિદર્શન સાથે બેઠકમાં વાસ્મો દ્વારા શાળા-આંગણવાડી ખાતે પાણીની વ્યવસ્થા, વોટર કવોલિટી ટેસ્ટ, પંપ ઓપરેટરોને હેડવર્ક ખાતે આપવામાં આવતી તાલીમ અને પ્રગતિ હેઠળની યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, અધિક નિવાસી કલેક્ટર શ્રી એ.કે.ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, ડી.આર.ડી.એ.ના નિયામક શ્રી એ.કે.વસ્તાણી, રૂડાના ચેરમેન શ્રી જી.વી.મિયાણી, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર અને શ્રી વિમલ ચક્રવર્તી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીક્ષિત પટેલ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી અંકિત ગોહેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!