નવસારી ખાતે હિન્દુ હૃદય સમ્રાટ પ્રવિણભાઈ તોગડિયાજીના અધ્યક્ષ સ્થાને વિરાટ હિન્દુ સંમેલન યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અયોધ્યા રામ મંદિર આંદોલનના પ્રમુખ યોધ્ધા હિન્દુ હૃદય સમ્રાટ પ્રવિણભાઈ તોગડિયાજી ના અધ્યક્ષ સ્થાને સુરક્ષિત હિન્દુ, સમૃધ્ધ હિન્દુ, સન્માનિત હિન્દુના સંકલ્પ સાથે ઝેડ પ્લસ સુરક્ષા અને નવસારી જિલ્લા પોલીસ પ્રશાસનનું ચુસ્ત પોલીસ બંદોવસ્તની સાથે વિરાટ હિન્દુ સંમેલન યોજાયો હતો. જેમાં હજારોની તાદાતમા સનાતન ધર્મ પ્રેમીઓ ઉપસ્થિત રહી હિન્દુ એકતાના સૂત્ર સાથે હિન્દુ હૃદય સમ્રાટ પ્રવિણભાઈ તોગડિયાજીનો પુષ્પગુચ્છ અને ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો..
નવસારી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાજીએ સ્વામી શાંતિપ્રકાશ કૃષ્ણ મંદિર, સિંધિ કેમ્પ ખાતે યુવાનોને ૧૨૫ ત્રિશૂલ અને બહેનોને ૧૨૫ કટાર અર્પણ કરવામાં આવ્યા હતા. હિન્દુ સમ્રાટ પ્રવિણભાઈ તોગડિયાજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હિન્દુ હિ આગે ના લક્ષ્ય સાથે દેશના ૧૧૪ કરોડ હિન્દુઓને સુરક્ષા,સન્માન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે હેતુથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ કટિબદ્ધતાથી સમગ્ર દેશમાં કાર્ય કરી રહ્યું છે. દેશ પર જ્યારે જ્યારે ખતરો આવ્યો છે ત્યારે ત્યારે હિન્દુ સમાજ લડ્યો છે. હિન્દુ વીર હતો, વીર છે અને વિજેતા છે અને વિજેતા રહેશે. દેશમાં ગૌહત્યા બંધ થાય,ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે,ધર્માંતરણ બંધ થાય તથા જનસંખ્યા નિયંત્રણ કાયદો બને એવી પ્રબળ માંગ સાથે આ હિન્દુ સંમેલન યોજાયું હતું.
આ વિરાટ હિન્દુ સંમેલનમાં નવસારી જિલ્લાના આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અઘ્યક્ષ રાકેશભાઈ શર્માએ પોતાના ઉધ્ધબોદનમાં જણાવ્યું હતું કે હિન્દુ હૃદય સમ્રાટ, કેન્સર સર્જન, રામ મંદિર આંદોલનના મુખ્ય યોધ્ધા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ/રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક અધ્યક્ષ એવા ડૉ. પ્રવીણભાઈ તોગડિયાજી દેશના એકમાત્ર કટ્ટર હિન્દુ નેતા છે, જેમણે આજદિન સુધી કોઈ મસ્જિદ કે ચર્ચમાં પગ મૂક્યો નથી, ન તો કોઈ દરગાહ અથવા મજાર પર ચાદર ચઢાવી છે અને ન તો જાળીદાર સફેદ ટોપી પહેરી છે.સનાતન કુળમાં જન્મ થયો હોય તો આપણા ૩૩ કોટી દેવતાઓના આ દેશમાં હજારો મંદિરો છે ત્યાં જ જવું જોઈએ. એવું પોતાને હિન્દુ કહેતા દરેક નેતાએ પણ પાલન એનું કરવું જોઈએ ના આહવાન સાથે સામુહિક ભોજન પ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું.






