લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રઈ ના કુન્લી વી એસ ચૌહાણ હાઇસ્કૂલ ખાતે આરોગ્યનું ઉજાસ કિરણ
AJAY SANSI3 weeks agoLast Updated: January 2, 2026
2 1 minute read
તા.૦૨.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:ગામે ગામ આરોગ્ય કિરણ : લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રઈ ના કુન્લી વી એસ ચૌહાણ હાઇસ્કૂલ ખાતે આરોગ્યનું ઉજાસ કિરણ
દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના દિશાનિર્દેશનમાં “ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમ અંતર્ગત લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રઈના કાર્યક્ષેત્રમાં આવેલા કુન્લી વી.એસ. ચૌહાણ હાઈસ્કૂલ ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન સિકલ સેલ, બાળરોગ, એનિમિયા, ટીબી, મેલેરિયા, ડેન્ગ્યુ, લેપ્રસી, ડાયાબિટીસ, પાણીજન્ય રોગો, સ્વચ્છતા, યોગ્ય પોષણ અને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર વિગતવાર માહિતી આપવામાં આવી. બાળકોને વધુ અસરકારક સમજ મળે તે માટે પ્રોજેક્ટર દ્વારા આરોગ્ય વિષયક વિડિઓ તથા PPT રજૂ કરવામાં આવ્યા.સાથે સાથે વિદ્યાર્થીઓને હાથ ધોવાની યોગ્ય રીતનું પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ આંખોની તપાસ સહિત અન્ય આરોગ્ય તપાસ પણ કરવામાં આવી.લીમખેડા તાલુકા આરોગ્ય વિભાગનો આ પ્રયાસ ખરેખર “ગામે ગામ આરોગ્ય કિરણ” તરીકે ગામડાંમાં આરોગ્ય જાગૃતિનો ઉજાસ ફેલાવી રહ્યો છે અને બાળકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે
«
Prev
1
/
107
Next
»
રસ્તા-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓન મળતા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ: શનિવારે ચક્કાજામની ચીમકી