જિલ્લા પંચાયત મહીસાગર ખાતે મફત સર્વરોગ આર્યુવેદિક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

મહિસાગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં મફત સર્વરોગ આયુર્વેદિક / હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધનતેરસના દિવસે ધન્વંતરી પૂજન કરવામાં આવ્યું
“રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૪” “ ૯મો આયુર્વેદ દિવસની ઉજવણી” ના ભાગરૂપે “વૈશ્વિક સ્વાસ્થય માટે આયુર્વેદ નવીનતા” થીમ અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા માર્ગદર્શીત આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત કચેરી મહીસાગર દ્વારા આયોજિત મફત સર્વરોગ આયુર્વેદિક / હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ ” મહીસાગર જિલ્લા પંચાયત ખાતે પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે ધનતેરસના દિવસે ધન્વંતરી પૂજન કરી ખુલ્લો મૂક્યો હતો.
આ મેળાનો લાભ જીલ્લા પંચાયત કચેરી મહીસાગર, કલેકટર કચેરી મહીસાગર, પોલીસ અધિક્ષકની કચેરી મહીસાગર, મામલતદાર કચેરી લુણાવાડાનાં તમામ અધિકારીઓ – કર્મચારીઓ માટે તથા નાગરિકો માટે આયોજન કરવામાં આવેલ છે, જેનો દરેક અધિકારીઓએ, કર્મચારીઓએ તથા નાગરિકોને લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે અપીલ કરી.
આ કેમ્પમાં શરીરની તમામ બિમારીઓ તથા તમામ પ્રકારના જુના હઠીલા રોગો જેમ કે કબજીયાત, એસીડીટી, જુનો તાવ, સર્દી, દમ, ખાંસી, ખસ, ખરજવું કમરનો દુખાવો, માસિકમાં તકલીફ તથા વ્યધત્વ જેવા શરીરના તમામ રોગોની આયુર્વેદિક / હોમીયોપેથીક પધ્ધતી દ્વારા સંપૂર્ણ મફત નિદાન કરી મફત દવા આપવામાં આવશે તથા આયુર્વેદને લગતા ચાર્ટનું પદર્શનનું આયોજન કરવામાં આવેલ છે રોગપ્રતિકારક શક્તિવર્ધક, અમૃતપેય, આયુર્વેદીક ઉકાળો તથા સંશમની વટી તથા આર્ગેનીક આલ્બમ-૩૦ નું મફત વિતરણ કરવામાં આવશે.
આ મેળામાં જિલ્લા આયુર્વેદ અધિકારી રણજીતસિંહ નિનામા સહિત આયુર્વેદિક અને હોમિયોપેથી તબીબો સહિત કર્મચારીગણ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.





