તા.૧૯.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાંડીબાર ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાંડીબાર ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં અનેકો લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.આ શિબિર દરમિયાન સ્ત્રીરોગ નિષ્ણાતની ઉપસ્થિતિમાં 27 સગર્ભા માતાઓની ANC તપાસ કરવામાં આવી, બાળરોગ નિષ્ણાત દ્વારા 16 બાળકોની તપાસ કરવામાં આવી, દાંતરોગ નિષ્ણાત દ્વારા 12 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી, સાથે ટીબી સ્ક્રીનિંગ, NCD, મેલેરિયા, લેપ્રસીની તપાસ કરીને જરૂર જણાય તેમને જરૂરી સારવાર માટે રીફર કરવામાં આવ્યાં છે. આ કેમ્પમાં કિશોરીઓ માટે એડોલેશન હેલ્થ ચેકઅપ યોજવામાં આવ્યો હતો. મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ પણ કરી આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સાથે મહિલાઓમાં પોષણ, સાફસફાઈ, માતૃત્વ આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમગ્ર મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને ગ્રામજનોનો સહકાર રહ્યો હતો