તા.૦૪.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકામાં શંકાસ્પદ જણાયેલ બિનખેતી હુકમોમાં સમાવિષ્ટ સર્વે નંબરોમાં જિલ્લા/તાલુકાની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ સર્વે કરવામાં આવશે
દાહોદ તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે, આજથી સર્વેની કામગીરી પુર્ણ થાય ત્યાં સુધી દાહોદ તાલુકામાં શંકાસ્પદ જણાયેલ બિનખેતી હુકમોમાં સમાવિષ્ટ સર્વે નંબરોમાં જિલ્લા:તાલુકાની સંયુક્ત ટીમ દ્વારા સ્થળે સર્વે કરવામાં આવનાર છે. આ કામે માપણી હેતુ આવનાર અધિકારી:કર્મચારીઓને પુરતો સાથ સહકાર આપવા તથા સર્વે દરમ્યાન જરૂર જણાયે યોગ્ય માહિતી પુરી પાડવા હાલના કબ્જેદારોને વિનંતી છે. આ સર્વે શંકાસ્પદ બિનખેતી હુકમોમાં સમાવિષ્ટ સર્વે નંબરોનો માત્ર હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરવા માટે હોઇ તમામે કોઈ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહી. સર્વે કરવામાં આવનાર ગામની વિગત આ મુજબ છે.દાહોદ, જાલત, ગમલા, હિમાલા, ઉકરડી, નસીરપુર, રામપુરા, કતવારા, દેલસર, સાકરદા, બોરવાણી, ધામરડા, છાપરી, પુંસરી, ઉસરવાણ, નગરાળા, રાબડાલ, ભંભોરી, કાળીતળાઈ, ખરોડ અને માંડાવાવ એમ કલેક્ટર દાહોદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે