
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા શહેરમાં શ્રી સમસ્ત પ્રજાપતિ કુંભાર સમાજ રાજુલાનું સ્નેહમિલન તેમજ નવમો તેજસ્વી વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો
રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા પ્રેરિત રાજુલા તાલુકા પ્રજાપતિ શિક્ષણ સમિતિ રાજુલા આયોજિત શ્રી સમસ્ત પ્રજાપતિ કુંભાર સમાજ રાજુલા સ્નેહ મિલન અને નવમો તેજસ્વી પ્રતિભા સન્માન સમારંભ કાર્યક્રમ રશ્રી વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં તમામ આમંત્રિત મહેમાનોને કુમકુમ તિલક કરી અને તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલું કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ રણછોડભાઈ ગોહિલ દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. નાની નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત પણ રજૂ કરવામાં આવેલું આ કાર્યક્રમમાં 90 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલા તેમજ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવેલું. પ્રજાપતિ સમાજના તમામ જ્ઞાતિ આગેવાનો અને જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં જોડાયા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુપતભાઈ પાંડવ દ્વારા કરવામાં આવેલું. કાર્યક્રમ અંતે મંત્રીશ્રી અમિતભાઈ ટાંકે આભાર દર્શન કરી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ કરેલ.
તેમજ સમગ્ર કાર્યક્રમને લાઈવ પ્રસારણ મનસુખભાઇ વાઘેલા (વાઘેલા આર્ટ્સ) દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર રાજુલા તાલુકા પ્રજાપતિ શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી…





