AHAVADANGGUJARAT

Dang: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને પ્રસાર શિક્ષણ સંસ્થાન,આણંદના સંયુક્ત ઉપક્રમે સંકલિત કૃષિ પ્રણાલી વિષય પર તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી, ડૉ. ઝેડ. પી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. હેમંત શર્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. એલ. વી. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ તેમજ વિસ્તરણ શિક્ષણ ઈન્સ્ટીટ્યુટ, આણંદના સંયુક્ત ઉપક્રમે તા.૨૯/૦૮/૨૦૨૪ થી તા.૩૧/૦૮/૨૦૨૪ (દિન-૩) ડાંગ જીલ્લામાં કાર્યકર્તા પશુપાલન ખાતા, લાઇન ડિપાર્ટમેંટ, આત્મા પ્રોજેક્ટ તેમજ અન્ય વિસ્તરણ કાર્યકરો તથા અધિકારીઓને સંકલિત કૃષિ પ્રણાલી વિષયક તાલીમ આપવામાં આવી.
આ તાલીમ અંતર્ગત જિલ્લાની ખેતી પધ્ધતિને અનુરૂપ અલગ-અલગ સંકલિત કૃષિ પ્રણાલીને આવરીને તેમાં ઉમેરો કરી શકાય એવા અલગ અલગ ઘટકો જેવા કે, કૃષિ, પશુપાલન, મધમાખી, બાગાયત, વનીય કૃષિ, મશરૂમ, માછલીપાલન વગેરે વિષય ઉપર વિસ્તુત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના અલગ-અલગ વિષય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ડાંગ જિલ્લાના છેવાડાના ખેડૂતો સુધી આ માહિતી પહોંચે જેથી તેમનો આર્થિકી તેમજ સામાજિક વિકાસ થાય અને ટકાઉ ખેતી તેમજ પર્યાવરણ અને જેવ વિવિધતા જળવાય રહે તેવો હતો. આ તાલીમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. એલ. વી. ઘેટીયા તેમજ પ્રસાર શિક્ષણ સંસ્થાનના વડા ડો. જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ કે.વી.કે. અને EEI ના સહયોગ દ્વારા કરવામાં આવ્યો હતો. આ તાલિમને સફળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી બિપિન વહૂનીયા, ડો. જે. બી. ડોબરિયા તેમજ ઇ.ઈ. આઇ અનંદ ના સાહેબ ડૉ. વિશ્વજીત પટેલે મહત્વનો ફાળો આપ્યો હતો. જેમાં ૩૮  થી વધુ અલગ અલગ ખાતાના કર્મચારી/અધિકારીઓએ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!