
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે, અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં વાવની પાછળ કેટલાક ઈસમો આંકડા ફરકનો જુગાર રમાડી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડા પાડતાં તાડ ફળિયામાં રહેતો જીતુ વસાવા અને સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતો અનિલ મેમન જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે સૂરતી ભાગોળમાં રહેતી જ્યોતિ વસાવા નામની મહિલા જુગારીને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી જુગાર રમાડવાના સાધનો મળી રૂપિયા 1630નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



