CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ થી કોધા ચોકડી સુધીના રસ્તાની આજુબાજુ ઝારી ઝાંખર ઉગી નીકળતા અકસ્માત ની ભીતિ

મૂકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ થી કોધા ચોકડી નાં રસ્તા ઉપરથી 50 વધુ ગામોના લોકો અવર જવર કરે છે અને આખો દિવસ આ રસ્તા ઉપર વાહનો ધમધમે છે.હાલ આ રસ્તાની આજુબાજુ ઝારી ઝાંખર નું સામ્રાજ્ય ફેલાયું ગયું છે જ્યારે આ રસ્તાની બાજુમાં ઉગી નીકળેલ ઝારી ઝાંખર નાં લીધે વળાંક ઉપર વાહન ચાલકોને સામેથી આવતું વાહન દેખાતું નથી જેનાથી અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે ઘણા સમયથી આવી સ્થિતિ છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરે છે અને આવા રસ્તાઓની મુલાકાત કરતા નથી.અધિકારીઓ આ રસ્તાની મુલાકાત કરી વહેલી તમે ઝારી ઝાંખર દૂર કરાવે તે જરૂરી બન્યું છે.






