શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગરના વિદ્યાર્થીઓએ ફાર્મસી અને સાયન્સ કોલેજ ની મુલાકાત લીધી…
અહેવાલ:- પ્રતિક ભોઈ
શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગરના વિદ્યાર્થીઓએ ફાર્મસી અને સાયન્સ કોલેજ ની મુલાકાત લીધી……..
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત APMC ફાર્મસી કોલેજ તથા HNSB સાયન્સ કોલેજ ની શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરના ધોરણ 11, 12 વિજ્ઞાન પ્રવાહના 250 જેટલા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોએ મુલાકાત લીધી. શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આયોજન થયું. મંત્રીશ્રી જીતુભાઈ પટેલ એ કોલેજમાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું. ફાર્મસી અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો. શાળાના સ્ટાફ મિત્રો શ્રી પી.જે.મહેતા, ભાવેશભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, જયેશભાઈ પટેલ તથા સ્વાતિબેન આહીર હાજર રહ્યા. વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી ફાર્મસી અંગેની ખૂબ સારી માહિતી મળી. અંતમાં ચા,નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.