ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના 76 મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી દામાવાસ હાઇસ્કુલ ખાતે કરવામાં આવી
અહેવાલ:- પ્રતિક ભોઈ
*ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના 76 મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી દામાવાસ હાઇસ્કુલ ખાતે કરવામાં આવી*
ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના 76 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દામાવાસ ખાતે આવેલ શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત શ્રી એન પી ધોળુ જ્ઞાનતીર્થ અને શ્રીમતી આર.એમ. માકાણી ઉ.મા. વિદ્યાલય માં માનનીય શ્રી નિમેષકુમાર ડી. પટેલ, પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. માનનીય શ્રી પ્રાંત સાહેબે તેમની આગવી શૈલીમાં પ્રજાસત્તાક દિન નું મહત્વ સમજાવ્યું અને શુભ સંદેશ પાઠવ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકા પોલીસ ખાતાની ટીમ અને વહીવટી તંત્રની ટીમ મોટી સંખ્યામાં હાજર રહી હતી. આ સાથે દામાવાસકંપા તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌપ્રથમ સવારે હાઇસ્કુલ, પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ, ગામની મહિલાઓ અને ભાઈઓ જુદી જુદી વેશભૂષાઓ સાથે મોટી સંખ્યામાં રેલી માં જોડાયા હતા. વહીવટી અને શૈક્ષણિક બાબતોમાં વિશિષ્ટ કામગીરી બદલ 12 વ્યક્તિઓનું વિશિષ્ટ સન્માન, રમત ગમત ક્ષેત્રે રાજ્યકક્ષા સુધી પહોંચેલ વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન અને કંપાની 10 મહિલાઓ રસ્સા ખેંચ અન્ડર 60 જિલ્લા કક્ષા સુધી પહોંચેલ મહિલાઓ વગેરેનું માનનીય પ્રાંત સાહેબ અને અન્ય મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. દામાવાસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના થીમ સાથે વિશિષ્ટ શૈલીમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો. માનનીય પ્રાંત સાહેબ શ્રી એ હાઈસ્કૂલ નું નિરીક્ષણ, દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળા ના નવીન મકાનની મુલાકાત, દામાવાસ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. ખેડબ્રહ્મા તાલુકા ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું. બંને સ્કૂલોના વિદ્યાર્થીઓ, ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને ગ્રામજનોને દામાવાસ કંપાના વતની અને નિર્મળ હૃદય સારસ્વત મંડળના યુવાન ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ મગનભાઈ પટેલ, પાટીદાર સીડ્સ અમદાવાદ તરફથી બ્રહ્મ ભોજન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલના કાર્યકારી આચાર્યશ્રી શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.