રામપુરી અને પીછીપુરા વચ્ચે થી પસાર થતી અશ્વિન નદીના ધસમસતા પાણી માં પિક અપ ગાડી સાથે એક યુવક તણાયો
તિલકવાડા પોલીસ અને SDRF ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરીને કલાકોની મહેનત બાદ યુવકને સલામત બચાવી લેવામાં આવ્યો
પ્રાપ્ત વિગત અનુસાર હાલ ઉપરવાસ માં પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાંથી પસાર થતી અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદી ઉપર ખૂબ નીચી સપાટી નો કોઝવે આવેલ છે અને આ કોઝવે કોઝવે ઉપર થી ગત રોજ રાત્રિના એક યુવક પોતાની પીક અપ ગાડી લઈ પસાર થતો હોય ત્યારે નદીના ધસ મસતા પાણીમાં ગાડી સાથે ખેંચાયો હતો અને બચાવ બચાવ ની બૂમો સાંભળી સ્થાનિક લોકો નદી પાસે આવી પહોંચ્યા હતા ઘટના ને પગલે તિલકવાડા પોલીસ અને SDRF ની ટીમ સ્થળ પર પહોંચી કલાકોની મહેનત બાદ દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવક ને સલામત બચાવી લેવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા એક સપ્તાહ હતી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉપરવાસ માં પડી રહેલા સતત વરસાદને પગલે નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા અશ્વિન અને મેણ નદી માં હાલ પુર ની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી તરફ નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં ઘણીવાર લોકો નદી તરફ જતા હોય છે અને ગંભીર ઘટના સામે આવતી હોય છે આવી જ એક ઘટના ગત રોજ તિલકવાડા તાલુકાના રામપુરી અને પીછીપુરા વચ્ચે આવેલી અશ્વિન નદીમાં બની છે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે ખૂબ જ નીચી સપાટીનો હોય ત્યારે ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે હાલ અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે અને બ્રિજ ઉપરથી ધસમસતા પાણી પસાર થઈ રહ્યા છે ત્યારે ગત રોજ રાત્રિના રાજસ્થાનના ગંગાપુર જિલ્લાના દાતાસુતિ ગામનો રવિરાજ ફૂલમીના નામનો એક યુવક પોતાની પીક અપ ગાડી લઈ રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદી ના કોઝવે ઉપરથી પસાર થતો હોય ત્યારે અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પીક અપ ગાડી સાથે ખેંચાયો હતો અને બચાવ બચાવ ની બુમો થતા સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા ઘટના ની જાણ થતાં જ તિલકવાડા PSI જે એમ લટા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને SDRF ની ટીમનો કોન્ટેક્ટ કરી કલાકો ની ભારે મહેનત બાદ દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે.