ભરૂચ નગર પાલિકા પાલિકા ની સામાન્ય સભા બેઠક મળી, સાયખા ડમ્પીંગ સાઇટ સરેન્ડર કરવા સામે વિપક્ષનો વિરોધ…
સમીર પટેલ, ભરૂચ
હોકર્સ ઝોન, ટ્રાફિક સમસ્યા ના નિવારણ માટે કોઈ કાર્યવાહી નહી કરાયો નો વિપક્ષનો આક્ષેપ..
ભરૂચ નગરપાલિકા ની નવા નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી.જેમાં વિવિધ 28 એજન્ડા પર ચર્ચા વિચારણા કરવા માં આવી હતી જે પૈકી સાયખા ડમ્પીંગ સાઇટ સરન્ડર કરવા સામે વિપક્ષે વિરોધ નોંધાવવા સાથે બજેટ બેઠક માં વિપક્ષ ધ્વારા કરાયેલ ટ્રાફિક અને હોકર્સ ઝોન સહિતના મુદ્દા નો મિનિટસ માં સમાવેશ નહી કરવા સામે ઉગ્ર વિરોધ કરી તેનો સમાવેશ કરાવાયો હતો.
ભરૃચ નગરપાલિકા ની બજેટ બાદ ની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવ ની અધ્યક્ષતા માં સભા ખંડ ખાતે મળી હતી.જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસ કાર્યો ને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પીંગ સાઇટ રૂ.અઢી કરોડ ચૂકવ્યા બાદ સરન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો..તે ઉપરાંત બજેટ બેઠક માં વિપક્ષ ધ્વારા ટ્રાફિક,પાર્કિંગ, તેમજ હોકર્સ ઝોન અંગેની રજૂઆતો નો મિનિટસ માં સમાવેશ ન કરવા સામે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો..
વિપક્ષ ના નેતા સમસાદ અલીએ પાલિકા ની સામાન્ય સભા માં હેલ્થી ચર્ચા થઈ હોવાનું જણાવી શાસકો ધ્વારા શહેરની ડમ્પીંગ સાઇટ ની સમસ્યા નું 20 વર્ષે પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ત્યારે કલેક્ટર ધ્વારા ફાળવવામાં આવેલ સાયખા ડમ્પીંગ સાઇટ આજ સુધીમાં રૂ.અઢી કરોડ ભર્યા બાદ પણ સરન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.તો તેઓની બજેટ સભા ની ટ્રાફિક ,હોકર ઝોન સહિતની રજૂઆત ને મિનિટ્સ માં સમાવવા બાબતે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો.પાલિકા પ્રમુખ વિભૂતિ બા એ સરકાર માંથી વિવિધ ગ્રાન્ટ આવી રહી હોય વિકાસ કાર્યોને વેગ મળશે તેમજ શક્તિનાથ સર્કલ નું નવીનીકરણ અને પાંચ બત્તી સર્કલ ની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ,સહિત અન્ય સભ્યો વિપક્ષ માંથી સમસાદ અલી સૈયદ,ઇબ્રાહિમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિત ના અગ્રણીઓ ચર્ચા માં સામેલ થયા હતા.