
શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠવર્ણી સ્વરૂપે સાત સાત વર્ષોનું વનવિચરણ કરીને લોએજ પ્રસાદી તેથભૂમિ ધામમાં તીર્થરાજ મુક્તિ વાવે પધાર્યા અને તેજોમય શાંત મુદ્રામાં બિરાજે રહ્યા હતા એ વેળાએ સદ્ ગુરુ સુખાનંદ સ્વામી જળ ભરવા આવ્યા તેમણે વરણીરાજને આગ્રહ પૂર્વક પ્રાર્થના કરી વિનવીને સદગુરુ રામાનંદ સ્વામીના આશ્રમે મુક્તાનંદ સ્વામી સાથે મેળાપ કરાવ્યો તેથી નીલકંઠવરણી સ્વામી અહીં નવ માસ સુધી રોકાયા અને અનંત દિવ્ય લીલા ચરિત્રો કર્યા એવી મહાન પ્રસાદીની વાવનું નવીનીકરણ કરવાનો શુભ સંકલ્પ સંખ્ય યોગી રવિ કાન્તાબાએ કર્યો હતો તે સંકલ્પને સંપૂર્ણપણે સાકારરૂપ આપવા પ્રથમ મહંત શ્રી ચૈતન્ય દાસજી સ્વામી ની આજ્ઞા લઈ અને તીર્થરાજ મુક્તિધામ ને નીલકંઠવર્ણીના વનવિચરણ તથા લોએજ ધામના દિવ્ય લીલા ચરિત્રોને કલાકૃતિ દ્વારા કંડારી સંપ્રદાયને સમર્પિત કરે દર્શનાર્થીઓના કલ્યાણનું ભાથુ બંધાવ્યું તેમજ શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરના સંપૂર્ણ નિર્માણકર્તા સાંખ્ય યોગી રેવિકાંતા બા તથા મહંત શ્રી ચેતન્યદાસજી સ્વામીએ મુક્તિ વાવે શ્રી ઘનશ્યામ મહારાજની કારતકવદ પાંચમે પરમ પૂજ્ય શ્રી ના સ્વહસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરી જેમના દર્શન કરી આપણે સૌ સુખિયા થઈ એ જ ભાવપૂર્વક 24 મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવશે તેમજ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ની આજ્ઞા આશીર્વાદ પૂર્વક તથા કોઠારી સ્વામી દેવ નંદનદાસજી આ પાઠકસોમાં ઉપસ્થિત રહેશે તેમજ રાધા રમણ દેવ વહીવટી સમિતિ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત જુનાગઢ ગઢડા વડતાલ ભુજ અમદાવાદ વગેરે ગામેગામ થી સંત સમાજ તથા હરિભક્તો ઉપસ્થિત રહેશે આ પાટોત્સવના યજમાન પદે કાદંબરીબેન મૂળશંકરભાઈ દવે અમદાવાદ નો પરિવાર તથા પ્રદીપા બેન નારણભાઈ પટેલ સહ પરિવાર અમદાવાદ લોએજ સ્વામી મંદિરના કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ દાસજી ના જણાવ્યા પ્રમાણે આ પાટોત્સવમાં જળ શોભાયાત્રા અભિષેક સત્સંગ સભા અન્નકૂટ દર્શન આરતી તથા મહાપ્રસાદ યોજવામાં આવશે આ બધા કાર્યકર્મોમાં સર્વે હરિભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





