ઉનાઈના મકરસંક્રાંતિના વર્ષો જૂના ભાતીગળ મેળાની જગ્યા સ્થળાંતર અર્થે સિંણધઈના સરપંચની પ્રાંત અધિકારીને રાવ. !!!

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વર્ષોથી ઉનાઈ વાવ આગળ આ મેળાનું આયોજન કરવામાં આવતું હતું તે જગ્યાને પાર્કિંગ માટે ફાળવી દેતા વેપારીઓને હાલાકી ભોગવવી પડશે…— રાજુભાઈ પટેલ
ઉનાઈ ગામ એ ઉનાઈ માતાજીના મંદિરને અને ગરમ પાણીના ઝરાને લીધે એક પ્રવાસન સ્થાન તરીકે મોખરે છે. સાથે સાથે અહીંનો મકરસંક્રાંતિનો ભાતીગળ મેળો પણ પ્રખ્યાત હોઈ કે જે વર્ષોથી ઉનાઈ વાવ આગળ થતો હતો. ઉનાઈ વાવ કે જે સિંણધઈ ગામ અને ઉનાઈ ગામની બોર્ડરે આવેલ છે ,જે જગ્યા પર મેળો થતો હતો ત્યાં નાની મોટી ચકડોળ અને અન્ય મનોરંજનના સાધનો આવતા હતા તથા બહારથી નાના વેપારી લોકો અહીં વેપાર અર્થે આવતા હોઈ પોતાનું રળી ખાતા હતા.પરંતુ અહીં વાવ આગળ થોડા વર્ષોથી ઉનાઈ ગ્રામ પંચાયત દ્વારા મેળાનું આયોજન ન કરાતા તેમજ મેળાની જગ્યા પાર્કિંગ માટે ફાળવી દેતા સ્થાનિક તેમજ બહારથી આવતા નાના મોટા વેપારીઓને હાલાકી ભોગવવનો વારો આવી રહ્યો છે. જેની રાવ સિંણધઈ ગામના સરપંચે પ્રાંત અધિકારી વાંસદા સમક્ષ ઠાલવી લેખિતમાં રજુઆત કરી છે.
ઉનાઈ વાવ આગળ મકરસંક્રાંતિના મેળાનું વર્ષોથી આયોજન કરવામાં આવતું હતું. આથી આ જગ્યાએ નાની મોટી રાઈડ મૂકી મેળાનું આયોજન કરવામાં આવે, તો મેળામાં આવતું પબ્લિક સ્થાનિક બજારમાં પણ આવે અને જેનાથી ઉનાઈ ગામના તથા મેળા માટે બહારથી આવતા નાના મોટા વેપારીઓને રોજી મળી રહે.– ( રાજુભાઈ (નેર) પટેલ,સરપંચ સિંણધઈ ગ્રામ પંચાયત)




