તા. ૧૦. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તા.વિકાસ અધિકારને મનરેગા કામો હેઠળ થતા ભ્રષ્ટાચારને અંકુશ લાદવા કરાઈ રજૂઆત
તાલુકા પંચાયતમા અવાર નવાર આ બાબતે ACB ટ્રેપ હેઠળ અધિકારીઓની ધરપકડ પણ કરાઈ ઝાલોદ તાલુકા ખાતે છેલ્લા એક વર્ષમા મનરેગા શાખામા કામ કરતા કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય તે બાબતે ફરિયાદો મળતા ACB ટ્રેપ હેઠળ ધરપકડ થયેલ છે.આમ કોઈ લાભાર્થીને કામ લેવા માટે ચોક્કસ ટકાવારી આપીને પણ કામ લેવા મજબુર પડવુ પડે છે..આમ આ બાબતે ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીઓ આવા કર્મચારીઓની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર પર અંકુશ મુકવા આજરોજ ઝાલોદ તા. આપ અધ્યક્ષ તેમજ ઉમેદવાર અનિલભાઇ ગરાસિયા અને ઝાલોદ આપ કાર્યકર્તાઓ દ્વારા તા.વિકાસ અધિકારીને ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવા રજૂઆત કરાઈ હતી તેમજ જો આ બાબતે યોગ્ય કાર્યવાહીમા વિલંબ કરાશે તો આવનાર સમયમા ગાંધી માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી