કાલોલ ખાતે કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા નગરપાલિકા ખાતે એક બેઠક યોજવામાં આવી
તારીખ ૨૬/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા નગરપાલિકા ખાતે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં કાલોલ નગરપાલિકાના બાકી રહેલા કામો નો રીવ્યુ લીધો હતો પ્રજાના પ્રશ્નોને વાંચા આપી દરેક વોર્ડના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,પૂર્વ મહિલા અને બાળવિકાસ નિગમના ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા નવનિયુક્ત શહેર પ્રમુખ પ્રતિકભાઇ ઉપાધ્યાય અને તાલુકા નવનિયુક્ત પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ અને સંગઠનના સર્વ હોદ્દેદારો હાજર રહ્યા હતા જ્યાં નવા શહેર અને તાલુકાના પ્રમુખને શિક્ષણ મંત્રીએ અભિનંદન આપ્યા હતા અને શહેર પ્રમુખ દ્વારા શિક્ષણ મંત્રી નું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રજાના પ્રશ્નોનો તાત્કાલિક નિવારણ આવે તે માટે આ બેઠક યોજવામાં આવી હતી જેમાં ચીફ ઓફિસર મિલાપ પટેલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર પણ હાજર રહ્યા હતા સ્વચ્છતા અને રોડ રસ્તા ના કામો તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવા સૂચનો શિક્ષણ મંત્રી કુબેરભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા કાલોલ નગરના કાર્યકરોએ પોતાના શહેરના પ્રશ્નો રજૂ કરી તેનું જલ્દી નિરાકરણ આવે તેવી નગર ના પ્રજાની માંગ છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ દ્વારા પણ આ તમામ પ્રશ્નો નું તાત્કાલિક નિવારણ કરવા યુદ્ધના ધોરણે સફળતાપૂર્વક ઉકેલ લાવે તેવું જણાવ્યું હતું ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા પણ આ પ્રશ્નો જલ્દી ઉકેલાય તેવી સૂચનાઓ જે તે અધિકારીઓને આપવામાં આવી હતી.