કાંકરેજ તાલુકાના થરા કોલેજમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી..
કાંકરેજ તાલુકાના થરા કોલેજમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી..
કાંકરેજ તાલુકાના થરા કોલેજમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી..
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા ખાતે કોલેજ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય થરના સંયુક્ત ઉપક્રમે તા.૦૮/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ કૉલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા ભારતીય સંસ્કૃતિ ના મહાપર્વની ઉજવણી પ્રિ.ડો.દિનેશકુમાર એસ.ચારણના અધ્યક્ષ સ્થાને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય થરા શાખાના સૂર્યાબેન, નયનાબેન ઠક્કર ના અતિથિ વિશેષપદે રમેશભાઈ પટેલ (અતુલ ટ્રેડર્સ),બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં.બી.એ.સેમ.-૫ ની વિધાર્થિની અસ્તુ સોલંકી,સીમા રાજુભાઈ પ્રજાપતિ એ સરસ્વતી વંદના કરી હતી.ડૉ.ચારણે અતિથિઓનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરી વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે ભારતીય ઋષિઓએ આપણા ઉત્સવો આપેલ છે જે સંપૂર્ણ શાસ્ત્રીય છે ભારતીય સમાજમાં પૂરા આનંદ અને ઉલ્લાસ સાથે આ તહેવારો ઉજવવામાં આવે છે.કૉલેજમાં સાત્વિક વાતાવરણ જળવાય રહે તે માટે આ પ્રકારના તહેવારો ની ઉજવણી જરૂરી છે.સાથે સાથે જીવનમાં સ્ત્રી સન્માન જાળવવા વિધાર્થીઓને અનુરોધ કર્યો હતો.સૂર્યાબહેને રક્ષાબંધનનું મહત્વ અને માનવ જીવનની વાસ્તવિકતા પર ચિંતન રજૂ કરી કોલેજના સ્ટાફને રાખડી બાંધી હતી.કોલેજની વિધાર્થિનીઓએ કોલેજના વિધાર્થીઓને રાખડી બાંધી હતી.કાર્યક્રમ ને સફળ બનાવવા માટે એન.એસ.એસ.ના ડો.ગૌરવભાઈ શ્રીમાળીએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ. એસ.ના ડૉ.રામ સોલંકી એ અને આભાર વિધિ ડો.આમિષબેન પંચાલે કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530