
તા. ૨૧. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા ના ગરબાડા હાટ બજારમાં હેલ્થ મેળો યોજાય
તા.૧૫ જુલાઇ થી ૨૮ જુલાઇ હિપેટાઇટિસ દિવસની ઊજવણી કરવાની હોય છે જે અંતર્ગત આજ રોજ તા.૨૧-૦૭-૨૦૨૪ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય તિલાવત , જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અઘિકારી ડો.આર.ડી.પહાડીયા , તાલુકા આરોગ્ય અધિકારી ડો એ.આર ડાભીના માર્ગદર્શન હેઠળ ગરબાડા હાટ બજાર ખાતે ચાંદીપુરમ.ટીબી,એઈડસ,હીપેટાઈટીસ બી જેવા રોગો વિશે IEC(પ્રચાર પ્રસાર)કરવામા આવી..અને લોકોને પત્રિકા,પોસ્ટર ના માધ્યમ થી સમજ આપવામા આવી..જેમા ગરબાડા સરપંચશ્રી અશોકભાઇ રાઠોડ સાહેબ,મિનાકયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડો.નયન પરમાર સાહેબ,ICTC કાઉન્સેલર અમલીયારભાઈ, તાલુકા ટીબી સુપર વાઇઝર ભાવેશભાઈ,ગરબાડા ૧/૬ ના MPHW તેજસભાઈ તેમજ રવીરાજભાઈ હાજર રહ્યા હતા.




