લુણાવાડાના અરીઠા ગામ પાસે આવેલ ડાબા કાંઠા કેનાલમાં ઉખડ્યા પોપડા

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
તા.૪/૮/૨૪
લુણાવાડા ના
અરીઠા ગામ પાસે આવેલ ડાબા કાંઠા કેનાલમાં ઉખડિયા પોપડા…..
પ્રાપ્ત થતી માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના અરીઠા ગામ પાસેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા કેનાલમાં વરસાદી ઋતુમાં પહેલા જ વરસાદે પોપડા ઉખડી જવા પામતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રત્યે અનેક શંકા કુશંકા ઓ ઊભી થવા પામી છે અને પોપડા ઉખડી જતા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારની પુલ ઉઘાડી થઈ જવા પામી છે …
કડાણા ડાબા કાંઠા કેનાલમાં બે મહિના પહેલા જ રીપેરીંગ કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ કડાણા ડાબાકોઠા કેનાલમાં જે કામગીરી કરવામાં આવી છે તેમાં મોટા પાયે ગેરરીતિ આચરી હોવાનું જણાઈ રહ્યું છે, અને પ્રથમ વરસાદના માહોલમાં છે આ કેનાલમાં પોપડા ઉખડી જવા પામ્યા છે.
અરીઠાથી આકલવા પસાર થતી અંદાજે ત્રણ કિલોમીટર સુધીની આ કેનાલમાં કેર ઠેર પોપડા ઉખડી જવા પામ્યા છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જ્યારે આ કેનાલની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે જગતના તાત ગણાતા ખેડૂતોએ આ કેનાલની કામગીરી સારી રીતે કરવા માટે કોન્ટ્રાક્ટરને મૌખિક રજૂઆત પણ કરી હતી તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવીને હલકી ગુણવત્તાવાળી કામગીરી કરીને સંતોષ માની લીધો હતો, જેના પરિણામે એક જ વરસાદની અંદર આ કડાણા ડાબા કાંઠા કેનાલમાં મસ મોટા ગામડા પડી જવા પામ્યા છે….
ત્યારે શું આ કામગીરી બાબતે એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ કરવામાં નહીં આવી હોય????
તેવા અનેક સવાલો લોકોનાં મનમાં ઊભા થવા પામ્યા છે.
જ્યારે બીજી બાજુ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનું પણ ગામ લોકોના મુખેથી ચર્ચા તું સાંભળવા મળી રહ્યું છે.
આ બાબતે ખેડૂતો દ્વારા કડાણા ડાબા કાંઠા નાયબ કાર્યપાલક ઇજનેરને જાણ કરવા છતાં પણ જે તે સમયે તેઓ સ્થળ ઉપર આવ્યા ન હતા, બીજી બાજુ આ કેનાલમાં પડેલા ગામડાઓ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચાલુ વરસાદમાં કેનાલમાં રીપેરીંગ કામ ત્વરીત શરૂ કરીને ભ્રષ્ટાચાર ના પોપડા ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું શરૂ કરવામાં આવ્યું છે….
ત્યારે ગામ લોકો દ્વારા આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ કરી હતી.
પ્રસ્તુત તસવીરમાં અરિઠા ગામ પાસે આવેલ કડાણા ડાબાકાંઠા કેનાલમાં પડેલા મસ મોટા ગાબડા નજરે પડે છે.




