GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
ખેતીને ભારે નુકસાન છતા સર્વેમાં ગોટાળા
જામ જોધપુર તાલુકાના કડબાલ ગામના ખેડૂતો પાક નુકશાની સહાય થી વંચીત આવેદન પત્ર અપાયુ
જામજોધપુર તાલુકાના કડબાલ ગામના ઘણા ખેડૂતો ઓગસ્ટ મહિનામા થયેલ પાકનુકશાની ની સહાય થી વંચિત રહી ગયા છે. જ્યારે સર્વે કરાયું છે એવા ખેડૂતે ને સહાય મળી નથી સહાય માટેનું ઓનલાઈન પોર્ટલ બંધ થઇ ગયેલ હોવાથી ખેડૂતો હવે રજીસ્ટ્રેશન પણ કરાવી શકતા નથીતેવા ખેડૂતોનુ ફરીથી સર્વે કરાવી તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી અમારી માંગણી છે. જો ઉપરોક્ત બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમય મા ખેડૂતો ને સાથે રાખી ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવી જામ જોધપુર મામલતદાર કચેરીએ દોઢસો જેટલા ખેડૂતોએ ધારા સભ્ય હેમત ખવાને સાથે રાખી મામલતદાર નેઆવેદન પત્ર આપેલ હતું ત્યારે સર્વે કરવામાં શું ગોલમાલ થઇ છે તે પ્રશ્ન ઉડવા પામ્યો છે.