GUJARATKADIMEHSANA

પાંચોટ મુકામે જિલ્લા કક્ષાની એસ.જી.એફ.આઈ કબડ્ડી ટુર્નામેન્ટમાં યોજાઈ.

એક જ શાળામાંથી કુલ 9 બાળકોએ પસંદગી પામીને શાળાનું તથા કડીનું નામ રોશન કર્યું

પાંચોટ મુકામે જિલ્લા કક્ષાની એસ.જી.એફ.આઈ કબડ્ડી ટુર્નામેન્ટમાં યોજાઈ.

જિલ્લાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં જિલ્લામાં પ્રથમ સ્થાન પી.એમ.જી.ઠાકર આદર્શ હાઇસ્કૂલ કડીના બાળકોએ કબડ્ડી રમતમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરીને જિલ્લામાં શાળાનું તથા કડીનું નામ રોશન કર્યું હતું. જિલ્લા કક્ષાએ અંડર 14 અને અંડર 17 રમતનું આયોજન કરવામાં આવ્યું.

ટીમમાંથી શાળાના 5 બાળકો રાજ્ય કક્ષાએ પસંદગી પામેલા છે. તે જ પ્રકારે અંડર 14 ભાઈઓની સ્પર્ધામાં મહેસાણા જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવેલું છે અને  ટીમમાંથી શાળાના 4 બાળકો રાજ્ય કક્ષાએ પસંદગી પામેલા છે. વિજેતા બાળકો તથા રાજ્ય કક્ષાએ પસંદગી પામેલા 9 બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

કબડ્ડી કોચ હનોક, વ્યાયામ શિક્ષક તુષારભાઈને સુંદર પરિણામ બદલ શાળાના આચાર્ય જીગ્નેશભાઈ સોની તથા મંડળના મહામંત્રી બંસિભાઈ ખમરે અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!