GUJARAT

આમોદ નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર બત્રીસી નાળા પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં પત્ની તથા ભત્રીજાનું મોત.

સાસરીમાં મહેમાન આવેલા પતિએ અકસ્માતમાં પત્ની તથા ભત્રીજા બાળકને ગુમાવ્યા.

આમોદ નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર બત્રીસી નાળા પાસે સાંજે ચાર કલાકે એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં પત્ની તથા ભત્રીજાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યાર બાઈક ચાલકને ઈજાઓ થતાં તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા આસિફ અસાલી પટેલ તેમજ તેમના પત્ની રુક્સાના ઉર્ફે સબુ આસિફ પટેલ અને તેમનો ૧૦ માસનો ભત્રીજો અહેમદ રઝા આમોદમાં પુરસા નવીનગરી ખાતે સાસરીમાં સવારે મહેમાન આવ્યા હતા.ત્યાર બાદ તેઓ આજે બપોરે ચાર કલાકે આમોદથી કાવી જવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા.ત્યારે બત્રીસી નાળા પાસે આમોદથી જંબુસર તરફ જતી ટ્રક નંબર જીજે ૩૪ ટી ૦૦૮૬ ના ચાલકે બાઈક ચાલકને પાછળથી અડફેટે લેતા બાઈક રોડ ઉપર પડી ગઈ હતી.જેમાં બાઈક ચાલક આસિફ અસાલી રોડની બહારની સાઈડ ઉપર પડ્યો હતો.જ્યારે તેની પત્ની રુક્સાના ઉર્ફે સબુ પટેલ તેમજ તેનો ૧૦ માસનો ભત્રીજો અહેમદ રઝા જે રુક્સાના ના ખોળામાં હતો.તે રોડ ઉપર ફંગોળાયા હતા.જેમાં ટ્રકની પાછળના તોતીંગ પૈડાં તેમની ઉપર ફરી વળતાં પત્ની તેમજ ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેના શરીરના માંસના લોચા પણ રોડ ઉપર પથરાઈ ગયા હતા.સ્થાનિક રહીશોએ રોડ ઉપર પડેલી બંનેની લાશોને ઉઠાવી ટેમ્પોમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા.જ્યાં આમોદ પોલીસે બનેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં સગાઓ ભેગા થયા હતા.અકસ્માતને પગલ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક સર્જાયો હતો.પોલીસને અકસ્માતને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.

અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો.
આમોદ નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર બત્રીસી નાળા પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં પત્ની તેમજ ભત્રીજાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.જે બાદ ટ્રક ચાલક પોતાની કબજામાની ટ્રક અકસ્માત સ્થળેથી થોડે દૂર અર્ચના પેટ્રોલ પંપ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો.જાણવા મળતી માહિતી મુજબ ટ્રકમાં વેસ્ટ સામાન ભરેલો હતો.

બિસ્માર બનેલો નેશનલ હાઇવે નંબર ૬૪ અકસ્માતનું કારણ બન્યો.
આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણ રોડ ઉપર મોટામોટા મેટલ પણ છૂટા પડેલા છે.બત્રીસી નાળા પાસે સર્જાયેલા અક્માતમાં ટ્રક ચાલકે બાઈકને પાછળથી અડફેટે લેતા બાઈક છૂટા પડેલા મેટલના કારણે સ્લીપ ખાઈને રોડ ઉપર ફંગોળાઈ હતી.જેમાં પત્ની તથા ભત્રીજાનું મોત થયું હતું. અત્રે ઉલલેખનીય છે કે નવો રોડ બનાવવા માટે મંજૂરી મળી હોવા છતાં હજુ સુધી રોડ નહી બનતા હાઇવે ઓથોરિટી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!