SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સબ જેલ ખાતે આર્ટ ઓફ લિવિંગના સહયોગથી ‘પ્રિઝનર સ્માર્ટ કોર્સ’ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરાયું.

તા.24/04/2023/બાવળીયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ આજે સુરેન્દ્રનગર સબ જેલની મુલાકાત લીધી હતી અને આર્ટ ઓફ લિવિંગના સહયોગથી કેદીઓ માટે આયોજિત યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા આ યોગ સેશન દરમિયાન જિલ્લા કો – ઓર્ડીનેટર યાત્રિકભાઈ દવે દ્વારા કેદીઓને વોર્મ અપ,સૂક્ષ્મ ક્રિયાઓ, તાડાસન, વૃક્ષાસન સહિતના આસનો તેમજ ધ્યાન, પ્રાણાયામ કરાવ્યા હતા તેમણે યોગને પોતાની દિનચર્યામાં વણી લેવા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું કેદીઓને આર્ટ ઓફ લિવિંગ – જીવન જીવવાની કળા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર સેશન દરમિયાન કેન્દ્રિય મંત્રીશ્રીએ સક્રિયપણે જોડાઈને કેદીઓને પ્રોત્સાહિત કર્યા હતા ‘રામ ધ્યાન’ સાથે આ યોગ સેશનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ કેદીઓ સાથે સહાનુભૂતિથી સંવાદ કર્યો હતો કેદીઓએ એમના ભૂતકાળની વાત જણાવતા મંત્રીએ તેમણે દિલાસો આપતા નવી શરૂઆત અંગે સધિયારો આપ્યો હતો અને કેદીઓના કેસના કાયદાકીય નિરાકરણ માટે પણ સહકાર આપવાનું જણાવ્યું હતું મંત્રીએ જણાવ્યુ હતું કે જીવન કર્મને આધીન છે કોઈ પણ સમસ્યામાં મૂંઝાયા વિના પોલીસ મિત્રોનો પણ સહકાર લેવામાં આવે તો ગુનો બનતા અટકાવી શકાય છે મહિલાઓ માટે ‘વન સ્ટોપ સેન્ટર’ નાના મોટા કિસ્સામાં મદદરૂપ બની રહે છે.જેલના સમય દરમિયાન પણ હકારાત્મક રહેવું જોઈએ જીવનમાંથી નકારાત્મકતા ને તિલાંજલી આપવી જોઈએ અને આપણી સમક્ષ રહેલી તકોનો હકારાત્મક ઉપયોગ કરવા તરફ આપણી ઊર્જા કેન્દ્રિત કરવી જોઈએ તેમ મંત્રીએ જણાવ્યું હતું વિશેષમાં મંત્રીએ જેલમાં કોઈ ભૌતિક સુવિધાઓ ની અગવડતા હોય તો તે નિયમાનુસાર પૂરી કરવા માટે ખાતરી આપી હતી કેદીઓના પરિવારને સહકાર મળી રહે તે માટે તેમના બાળકોના શિક્ષણની જવાબદારી પણ લઈ કેદીઓને સહકાર આપ્યો હતો આ ઉપરાંત તેમણે જેલમાં આરોગ્યના કેમ્પ થાય તેમજ મિલેટનો વપરાશ વધે તેમજ ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળે, જીવન ઘડતર માટે ‘કૌશલ્ય વર્ધન સેમિનાર’નું આયોજન કરવા સૂચનો કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે,૧૬૮ પુરુષ કેદી તેમજ ૧૩ મહિલા કેદીઓ એમ મળીને કુલ ૧૮૧ કેદીઓએ આ શિબિરનો લાભ લીધો હતો આ તકે વિશેષ નોટરી એડવોકેટ કિશોર.બી. વસવેલીયા દ્વારા કેદીઓને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગ દ્વારા કેદીઓને ભગવત ગીતા અને રચનાત્મક પુસ્તકોની ભેટ પણ આપવામાં આવી હતી સેશન અંગે કેદીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજન અને યોગ સેશન તેમને માટે ઘણા લાભદાયક રહે છે યોગ સારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં ખૂબ લાભદાયક છે અને આ શિબિર અમને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવામાં પણ ઘણી ઉપયોગી નીવડશે કાર્યક્રમ દરમિયાન જેલ અધિક્ષક એચ.આર. રાઠોડ, પોલીસ સ્ટાફ, અગ્રણી હેતલબેન જાની, પીન્ટુબેન, હંસાબેન, લીલાબેન સહિત કેદીઓ યોગ સેશનમાં જોડાયા હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!