
નાંદોદ તાલુકાના લાછરસ ગામની મહિલા અને તેના બે બાળકો ગુમ થતાં પોલીસની મદદ લેવાઇ
માતા અને તેના બાળકોની ભાળ મળ્યેથી રાજપીપલા પોલીસને જાણ કરવા અનુરોધ
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નં.૪૦/૨૦૨૪ ના કામે ગુમ થનાર કિરણબેન વિનોદભાઇ તડવી ઉ.વ.૨૨ તથા અર્જુનકુમાર વિનોદભાઇ તડવી ઉ.વ. ૦૩ તથા શિવમકુમાર વિનોદભાઇ તડવી ઉ.વ.૦૩ માસ હાલ રહે.સુરત અમરોલી વિસ્તારમાં મુળ રહે.લાછરસ તા.નાંદોદ જી.નર્મદા નાઓ ગઇ તા.૦૩/૧૧/૨૦૨૪ ના રોજ સાંજના કલાક ૦૫:૩૦ વાગ્યાના સમયે પોતાના ઘરે લાછરસ ગામેથી કોઇને પણ કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે. આ ગુમ થનાર વ્યક્તિની તપાસ કરાવતા મળી આવેલ નથી.
જાહેરાત આપનારની પત્ની કિરણબેનના શરીરે ગ્રેવી ગ્રીન કલરનો ટોપ અને વાઇટ કલરની લેગિસ પહેરલ છે અને લાલ કલરનો દુપટ્ટો છે પગમાં ચપ્પલ પહેરેલ છે શરીરે મધ્યમ બાંધાની તથા રંગે શ્યામ વર્ણના તેમજ મોઢુ ગોળ તથા આંખ નાની તથા ઉંચાઇ ૫ ફુટની છે. જમણા હાથના કાઢા અને કોણીના વચ્ચે અગ્રેજીમાં કિરણનું છુંદણું કરાવેલ છે તેઓ ગુજરાતી ભાષા બોલે છે. તેઓની સાથે લઇ જનાર અર્જુનકુમારે સફેદ કલરનો ચોકડીવાળો શર્ટ તથા બ્લુ કલરનો જીન્સ પેન્ટ તથા શિવમકુમારને ગુલાબી તથા સફેદ કલરના રૂમાલમાં ઓઢાવી લઇ ગયેલ છે. જેથી આ ગુમ થનાર વ્યક્તિઓ અંગે કોઇને જાણ થાય તો રાજપીપલા પોલીસ સ્ટેશનના ફોન નં.૦૨૬૪૦-૨૨૦૦૪૧ સંપર્ક કરવા રાજપીપલા પોલીસ સ્ટેશનની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


