વરઘોડામા જાહેરમા લોકોની જીંદગી જોખમાય તે રીતે ફાયરીંગ કરનાર બે આરોપીઓને ઝડપી પાડતી પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસ આર.વી. અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા હિમાંશુ સોલંકી સાહેબ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ પ્રવર્તમાન સંજોગોને ધ્યાને રાખી ગેરકાયદેસર હથીયાર અને દારૂગોળાનો ઉપયોગ, હેરફેર અને વેચાણની પ્રવૃતિ ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ જે આધારે આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. ગોધરા નાઓએ પો.સ.ઇ.શ્રી ડી.જી. વહોનીયા તથા એસ.ઓ.જી. સ્ટાફને આ બાબતે વોચ તપાસ રાખી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.જે અન્વયે પો.કો. હિતેશકુમાર આરતસિંહ નાઓને ખાનગી રીતે એક વિડીયો મળેલ જે વિડીયોમાં બે ઇસમો વરઘોડામા જાહેરમા ફાયરીંગ કરતા જોવા મળેલ જે અંગે તપાસ કરતા ફાયરીંગ કરનાર ગોધરા તાલુકાના પોપટપુરા ગામે રહેતા આસિફખાન ઉર્ફે ગબ્બર અબ્બાસખાન બેલીમ તથા સમીર ઉર્ફે વાયરમેન નિશાર અહેમદ શેખ નાઓ હોવાની હકીકત જણાઇ આવેલ.જેથી પો.સ.ઇ. શ્રી ડી.જી. વહોનીયા તથા એસ.ઓ.જી સ્ટાફ ગોધરા તાલુકાના પોપટપુરા ગામે જઈ આસિફખાન ઉર્ફે ગબ્બર અબ્બાસખાન બેલીમની ફાયરીંગ બાબતે પુછપરછ કરતા તેણે જણાવેલ કે, ગઈ તા.૧૫/૦૫/૨૦૨૫ ના રોજ પોતાના દિકરા અરબાજના લગ્ન હોય જેમા વરઘોડામા પોતાની પાક રક્ષણની બાર બોર સિંગલ બેરલની બંદુક થી પોતે હવામા એક રાઉન્ડ ફાયરીંગ કરેલ અને તે જ બંદુકથી તેના ફોઇના દિકરો સમીર ઉર્ફે વાયરમેન નિશારઅહેમદ શેખ નાએ હવામા એક રાઉન્ડ ફાયરીંગ કરેલ હોવાની હકીકત જણાવેલ.જેથી ઉપરોક્ત બન્ને આરોપીઓએ વરઘોડામાં જાહેરમા ફાયરીંગ કરી લોકોની જીંદગી જોખમાય તેવુ બેદરકારી ભર્યુ કૃત્ય કરી ગુન્હો કરેલ હોય જેથી ફાયરીંગ કરેલ બંદુકની કિ.રૂ.૧૫૦૦૦/-તથા ખાલી કારતુસ નંગ-૦૨ ની કિ.રૂ.૦૦/૦૦ ની ગણી તપાસ અર્થે કબ્જે લઈ ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરૂધ્ધમા ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.






