Rajkot: પ.પૂ.મહંત સ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શને પદયાત્રા દ્વારા ભક્તિ અર્ઘ્ય અર્પણ કરતા હરિભક્તો

તા.૫/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી ૩૦૦૦ જેટલા ભાઈઓ બહેનો ભજન ભક્તિ કરતા પદયાત્રામાં જોડાયાછે
Rajkot: છેલ્લા સતત ૨૦ દિવસોથી રાજકોટબી.એ.પી.એસ.સ્વામિનારાયણમંદિરેપ.પૂ.મહંતસ્વામી મહારાજ દર્શન આશીર્વાદનો લાભ આપી રહ્યા છે જેઓ આવતા બુધવારે રાજકોટથી વિદાય લેશે. ત્યારે હવે ફક્ત ૬ દિવસ તેઓના દર્શન આશીર્વાદનો લાભ મળનાર હોઈ ભક્તો વિશેષ ભક્તિ અર્ઘ્ય અર્પણ કરી રહ્યા છે.
પ.પૂ.મહંતસ્વામીમહારાજનું સ્વાસ્થ્ય નિરામય રહે, તેઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે આજે રાજકોટના વિવિધ વિસ્તારોમાં રહેતા હરિભક્તોવહેલી સવારે પદયાત્રા કરીને કાલાવડ રોડ બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરે દર્શન માટે પધારી ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું હતું. આ પદયાત્રામાંરાજકોટ શહેરના વિવિધ ૩૬ જેટલા વિસ્તારોમાંથી ૧૨૫૦ પુરુષો અને ૧૭૫૦ બહેનો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન હરિભક્તો ધૂન ભજન કરતા, શિસ્તબદ્ધ રીતે ટ્રાફિકનાનિયમોનું પાલન કરતા જોડાયા હતા. મંદિરેપહોંચતા પ્રત્યેક હરિભક્તે મંદિર ફરતે પ્રદક્ષિણા કરી પદયાત્રા પૂર્ણ કરી હતી. પ્રાતઃપૂજા બાદ પ.પૂ.મહંતસ્વામીમહારાજેપદયાત્રામાંજોડાનાર તમામ હરિભક્તો પર અમિદ્રષ્ટિ દ્વારા આશીર્વાદ વરસાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે હજુ તા. ૮ જુલાઈ, સોમવાર સુધી વહેલી સવારે ૬:૩૦ થી ૮:૦૦ સુધી પ.પૂ.મહંતસ્વામીમહારાજનાપ્રાતઃપૂજા દર્શન આશીર્વાદનો લાભ મળનાર છે





