GUJARATIDARSABARKANTHA
ઇડરના ચિત્રોડી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ

ઇડરના ચિત્રોડી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ
***
સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના ચિત્રોડી ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ હતી. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દિવવ્રતજી દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત જિલ્લામાં ક્લસ્ટર બેઝ તાલીમો યોજાઈ રહી છે.આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીના મહત્વના ખાતર એવા ઘનામૃત અને જીવામૃત વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આધુનિક યુગમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વપરાશને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ ઉપરાંત બીજામૃતનું મહત્વ અને ઉપયોગીતા વિશે વાત કરવામાં આવી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા




